યુનિવર્સિટી રોડ પર એપાર્ટમેન્ટમાં તરુણી પર ત્રણ વાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી
શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા પામસીટી એપાર્ટમેન્ટમાં કામે જતી તરૂણીને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં તબીબે જોઈ તપાસી તરુણીને આઠેક માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ બાદ પોલીસને જાણ કરતા પોલીસ અને માતાની હાજરીમાં બાળકીની પૂછપરછ કરતા પોતે જે જગ્યાએ ઘરકામ કરવા જાઇ છે તે એપાર્ટમેન્ટના ચોકીદારે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ અંગે તરૂણીની માતાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ચોકીદાર વિરુદ્ધ દુસકર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાએ હિતેષ બ્રહ્મભટ્ટ(રહે.પામ યુનિવર્સ ફ્લેટ.ઇ.વિંગ.1003,હિનાબેન શૈલેષભાઈ તન્નાના ફ્લેટમાં ભાડેથી)નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુન્હો નોંધી યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે આરોપીને સકંજામાં લીધો હતો.મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે પારકા ઘરના કામ કરતી હતી.
તરૂણવયની પુત્રી યુનિવર્સિટી રોડ પર આવેલા પામસિટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘરકામે જતી હતી. બે ત્રણ દિવસ પૂર્વે સગીર વયની પુત્રીને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો જેથી તેણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ત્યાં તબીબે જોઈ તપાસી સગીરાની માતાને કહ્યું હતું કે તમારી પુત્રીને આઠેક માસનો ગર્ભ છે.બાદમાં સગીરાની માતાએ સગીરાને હકીકત પૂછતા તેણીએ જણાવ્યું હતું કે,તે જ્યારે યુનિવર્સિટી રોડ પર આવેલા પામ સીટી એપાર્ટમેન્ટમાં કામે જતી ત્યારે ત્યાં ચોકીદારી કરતો અને ત્યાં જ ફ્લેટમાં ભાડેથી રહેતો હિતેષ બ્રહ્મભટ્ટ સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેમણે નજર બગાડી હતી અને શરૂઆતમાં તેણે સાથે સામાન્ય વાતચીત કરી પરિચય કેળવ્યો હતો.
ત્યારબાદ મને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે ફલેટમાં લઇ જઇ અવાર નવાર શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટે એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં જ ત્રણેક વખત ખરાબ કામ કર્યું હતું.જો તાબે ન થાય તો ધમકી આપતો હતો.આ સમગ્ર હકીકત વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હિતેષ બ્રહ્મભટ્ટને સંકજા લઈ પૂછપરછ આદરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.