4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી - At This Time

4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી


બેડી ગામના ખેડૂતે 5થી 9 ટકાના વ્યાજે નાણાં લીધા બાદ ચૂકવ્યા હતા

મોરબી રોડ પર આવેલા બેડી ગામની ખોડિયાર સોસાયટીમાં રહેતા વજસીભાઇ અરજણભાઇ બેરા નામના ખેડૂતે બેડીપરાના તેજા ધારા મકવાણા, સાતડા ગામના ગણેશ દેવ મેઘાણી, નવાગામના કિશોર અરજણ હાંડા, લાલા નારણ ફાંગલિયા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતની ફરિયાદ મુજબ, સાત વર્ષ પૂર્વે મોરબી રોડ પર હોટલ ચાલુ કરવી હોય તેજા મકવાણાનો સંપર્ક કર્યો હતો. અને તેની પાસેથી બે તબક્કે 5 અને સાત ટકાના વ્યાજે 35 તેમજ 25 લાખ લીધા હતા. તેજા મકવાણાને દર મહિને રૂ.1.75 લાખનું વ્યાજ ચૂકવતો હતો. દરમિયાન 2013માં પુત્રના લગ્ન માટે રૂપિયાની ફરી જરૂરિયાત પડતા વધુ એક વખત તેજા મકવાણાએ જમીનનો દસ્તાવેજ લઇ પોતાને 50 લાખ આપ્યા હતા. આ વખતે તેજા મકવાણાએ 9 ટકા લેખે રૂપિયા આપ્યા હતા. વ્યાજખોરને વ્યાજ સમયસર ચૂકવ્યા બાદ તેની પાસેથી જમીનના દસ્તાવેજ પરત માગ્યા હતા. ત્યારે તેને દસ્તાવેજના બદલે બેડી ગામના બે મકાન આપ્યા હતા. તેજા મકવાણાને તમામ રકમ ચૂકવી દેવા છતાં તે વધુ નાણાંની માગણી કરી મકાન, જમીનના કાગળો પરત આપતો ન હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.