બોટાદમાં બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત 181 અભયમ હેલ્પલાઇન ટીમની સરાહનીય કામગીરી - At This Time

બોટાદમાં બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત 181 અભયમ હેલ્પલાઇન ટીમની સરાહનીય કામગીરી


બોટાદ 181 અભયમ હેલ્પલાઇન ટીમ બની આશીર્વાદ રૂપિયા ૩૩૭૨ બહેનોને કરવામાં આવી મદદ

બોટાદ જિલ્લામાં મહિલા હેલ્પલાઇન દ્વારા 3372 બહેનોને સ્થળ પર જઈને મદદ કરી પ્રશ્નોના સુખદ સમાધાન કરાવેલ મહિલા હેલ્પલાઇન બની બહેનો માટે આશીર્વાદ સમાન તેમજ જરૂરિયાત મંદ બહેનોના આશ્રયસ્થાન એવા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 554 બહેનોનું કાઉન્સેલિગ કરાયું મહિલાઓ અને બાળકોના સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી રાજ્ય સરકારની મહિલા અને બાળ અધિકારીની કચેરી મહિલાઓની સતત પડખે રહી તેમની પૂર્તિ મદદ કરવા હંમેશા તતપર છે ત્યારે સરકારી 181 અભયમ હેલ્પલાઇન આશીર્વાદ સમાન બની છે બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત 181 અભયમ હેલ્પલાઇન દ્વારા બોટાદ જિલ્લામાં આજદિન સુધીમાં 3,372 જેટલી બહેનોને ધરેલું હિસા , છેડતી, પડોશી, ઝઘડા, આત્મહત્યા કરતી મહિલાઓને બચાવવા સહિતની કામગીરી સ્થળ પર જઈને મદદ કરવામાં આવી છે મહિલાઓને સામાજિક આર્થિક શૈક્ષણિક તેમજ કાનૂની સમસ્યાઓના માર્ગદર્શન તેમજ તેમને જરૂરી સહાય મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લામાં પાંચ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યરત છે આ કેન્દ્રમાં મહિલાઓને મૂંઝવતા તમામ પ્રશ્નોનું સમાધાન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે આમ બોટાદ 181 મહિલા અભયમ હેલ્પલાઇન હાલ આશીર્વાદ સમાન બની મુશ્કેલીમાં મુકાયેલ બહેનોને આશ્રય તબીબી સહાય કાયદાકીય સહાય કાઉન્સેલિંગ સહિતની તમામ મદદ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં માર્ચ 2019 થી સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ સેન્ટર દ્વારા 554 જેટલી બહેનો ને આશ્રય આપી સમાજમાં પૂન: સ્થાપિત કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં આવતા બહેનોને જરૂરી કાઉન્સેલિંગ તથા કાયદાકીય મદદ મળી રહે તે માટે બોટાદમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર પણ કાર્યરત છે જેમાં આજ દિન સુધીમાં 2242 જેટલી બહેનોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.