કડાણાં તાલુકામાં મનરેગા એફ.ઈ. એસ. સંસ્થા દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.. - At This Time

કડાણાં તાલુકામાં મનરેગા એફ.ઈ. એસ. સંસ્થા દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું..


કડાણા તાલુકાના મનરેગા યોજના એ ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે આયોજના દ્વારા ગ્રામીણ વિસ્તારના આદિવાસી કુટુંબો અને રોજગારી મેળવવા માંગતા કુટુંબો માટે આ યોજના ખૂબજ મહત્વની છે આ યોજનામાંથી ગ્રામીણ વિસ્તારના ગરીબ કુટુંબોને વર્ષમાં ૧૦૦દિવસ રોજગારી આપવાની જોગવાઈ અને ગેરંટી આપેલ છે આ યોજના અંતર્ગત ગ્રામપંચાયતો પોતાના વિસ્તારમાં આવતા તળાવને ઉડાઈ કરવાનું કામ ખેતીવાડી અને જમીન સુધારણા કરવાનું કામ કુદરતી સંસાધનોનું સરક્ષણ અને સંવર્ધન કામ કરવાનું આયોજન કરી શકે છે આ યોજના કરવા માટે કડાણા તાલુકાના મનરેગા વિભાગના કર્મચારીઓને અધિકારીઓ કડાણા તાલુકાના ટીડીઓ તેમજ એફ.ઈ.એસ. સંસ્થાના કાર્યકરો સાથે મળીને વર્કશોપનું આયોજન કર્યું હતું છેવાડાના ગામના દરેક કુટુંબોને આગામી વર્ષ ૨૦૨૩. ૨૪ મા દરેક કુટુંબોને કઈ રીતે રોજગારી પૂરી પાડી શકાય અને કેવા પ્રકારના કામો ની જરૂરિયાત છે તે મેળવવા માટે કોમ્યુનિટી રિસોસ (સી.આર.પી.ઓ.)ને જવાબદારી સોંપવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.