મહિસાગર : કડાણા માં આવેલ મુનપુર ગામ ખાતે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા માં આવેલ મુનપુર ગામ ખાતે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા માં આવેલ મુનપુર ગામ ખાતે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી.

વિશ્વકર્મા જયંતી ના કાર્યક્રમ નિમિત્તે મુનપુર ગામ ના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાન નું પુજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુનપુર પંચાલ સમાજના લોકો એ હાજરી આપી હતી પંચાલ સમાજ ના વડીલોને વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વિશ્વકર્મા ભગવાન નું ભજન કિર્તન પણ કરવામાં આવ્યું હતું અને અંતે પંચાલ સમાજે ભોજન લઈ કાર્યક્રમ ને પુર્ણ કર્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.