કોમર્સ કોલેજ ગોધરા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

કોમર્સ કોલેજ ગોધરા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો


પંચમહાલ

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા કોલેજના 188 વિદ્યાર્થીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ ગોધરાના નામાંકિત ડોક્ટર શ્યામસુંદર શર્મા ,ડોક્ટર દિલીપકુમાર દાસીયાણી, ડોક્ટર જય કિશનભાઇ,ડોક્ટર વિહારી પંડ્યા અને ડોક્ટર જયદીપસિંહજી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓની તકલીફોને શરૂઆતના સમયમાં જ શોધી કાઢી તેની સારવાર કરવી એવો કોલેજ નો ઉદ્દેશ છે અને તે અંતર્ગત આ મેડિકલ ચેકઅપ કેપ યોજાયો હતો તેમ પ્રિન્સિપાલ અરુણ સિંહ સોલંકીએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એફવાય બીકોમ ની એનએસએસની સ્વયંસેવિકા કુમારી સીમા ચૌહાણ કર્યું હતું જ્યારે આભાર વિધિ એન એસ એસની સ્વયંસેવિકા કુમારી હર્ષિતા ખીમાણી એ કરી હતી

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.