કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં 26 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ 4 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકાશે, 3 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે - At This Time

કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં 26 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ 4 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકાશે, 3 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ જડ્ડુઝ હોટેલ ચોક ખાતે 26 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓવરબ્રિજ આગામી 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે, જેનો સીધો લાભ રોજિંદા 3 લાખથી વધુ લોકો ફાયદો લઇ શકશે. કાલાવડ રોડ પર આવેલી કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તેમજ મેટોડા GIDC ખાતે જતા ઉદ્યોગપતિઓ માટે આ બ્રિજ આશીર્વાદ સમાન બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon