MDMRTA/IHRDC દ્વારા ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ નોલેજ તેમજ શેરિંગ પ્રોગ્રામ 2023/ડિઝાસ્ટર રિસ્ક રીડકસન (યુનાઈટેડ નેસન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ નેપાળ)અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાઠમંડુ નેપાલ દ્વારા તાલીમ અને નોલેજ શેરિગ નું કાર્યક્રમ કરવામાં આવેલ - At This Time

MDMRTA/IHRDC દ્વારા ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ નોલેજ તેમજ શેરિંગ પ્રોગ્રામ 2023/ડિઝાસ્ટર રિસ્ક રીડકસન (યુનાઈટેડ નેસન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ નેપાળ)અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાઠમંડુ નેપાલ દ્વારા તાલીમ અને નોલેજ શેરિગ નું કાર્યક્રમ કરવામાં આવેલ


શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી/IHRDC ના પંચમહાલ/મહીસાગરના ચીફ કોર્ડીનેટર તેમજ ભાવનગરના કોર્ડીનેટર નું સિલેક્શન એડવાન્સ ફાયર રેસ્કયું ટ્રેનીંગ અર્થે થયેલ હતુ અને જે તાલીમ જાયકા જાપાનના ક્વોલીફાઈ ટ્રેનરો દ્વારા કાઠમંડુ નેપાલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જે માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી ના આશીર્વાદ અને મહંત સ્વામી ના પ્રોત્સાહનથી આ કાર્ય સફળ થયેલ છે આ તાલીમ બાદ જિલ્લાના બચાવ અને રાહત કાર્યોમાં એડવાન્સ કામગીરી થાય તે માટે એડવાન્સ ફાયર રેસ્કયું ટ્રેનિંગ માટે મોકલવામાં આવેલ હતા. આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ નોલેજ તેમજ શેરિંગ પ્રોગ્રામ 2023/ડિઝાસ્ટર રિસ્ક રેડકસન (યુનાઈટેડ નેસન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ નેપાળ)અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાઠમંડુ દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના ડાયરેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ,ચીફ ફાયર ઓફિસર કાઠમંડુ, આસિસ્ટન્ટ કમાન્ડ ઓફિસર, આર્મર્ડ પોલીસ ફોર્સ ફાયર યુનિટ અને કાઠમંડુ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ના સુપરિટેન્ડેન્ટ દ્વારા તાલીમ માં માર્ગદર્શન અને ભારત નેપાળ મૈત્રી માટે નો ફ્રેંડશિપ મોમેંટો સંસ્થા ને ભેટ રૂપે એનાયત કરવામાં આવ્યું.વધુમાં 2015 માં નેપળ માં આવેલ ભૂકંપ દરમિયાન રાહત અને બચાવ નું કાર્ય IHRDC દ્વારા કરવામાં આવેલ હતું તેની નોંધ લેતા ભારત નેપાળ મૈત્રી માટે ના આ કર્યો ને સ્મરણ કરતાં ગુજરાત રાજ્ય સરકાર નું અભિવાદન મન્યું હતું.

રિપોર્ટર વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.