શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી


શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળા તથા કુમાર શાળા આયોજિત 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
જેમાં આવનાર મહેમાન શ્રી નું સ્વાગત કંકુ ચોખા થી કરવામાં આવ્યું હતું અને બાળા ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળા ના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને આવેલ મહેમાનો ના દિલ જીતી લીધા હતા તેમજ ગીતાબેન જૈન ને ટ્રોફી ચંદ્રિકાબા જાડેજા ના હસ્તે આપવામાં આવી હતી તેમજ
આવનાર મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિન ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપ શાળા ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ મચ્છોયા અને કન્યા પ્રા. શાળાના આચાર્ય શ્રી જે બી રાઠોડ સાહેબ બન્ને શાળા ના શિક્ષકગણે ખાસ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ નું સંચાલન કન્યા શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.