પૂજ્ય ભાઈશ્રી ની નિશ્રા માં સુરત ના પુણાગામ માં ગારીયાધાર ના પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ આયોજિત ૬ઠ્ઠો સમૂહલગ્ન માં ૧૭ નવદંપતી ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવ્યા - At This Time

પૂજ્ય ભાઈશ્રી ની નિશ્રા માં સુરત ના પુણાગામ માં ગારીયાધાર ના પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ આયોજિત ૬ઠ્ઠો સમૂહલગ્ન માં ૧૭ નવદંપતી ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવ્યા


પૂજ્ય ભાઈશ્રી ની નિશ્રા માં સુરત ના પુણાગામ માં ગારીયાધાર ના પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ આયોજિત ૬ઠ્ઠો સમૂહલગ્ન માં ૧૭ નવદંપતી ને "વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ" ના આશિષ પાઠવ્યા
સુરત પુણાગામ-કેનાલ રોડ પર આવેલ SBL ફાર્મમાં ગારીયાધાર ના પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયા શ્રી ષડદર્શનાચાર્ય ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા ની પાવન નિશ્રા માં યોજાયો જેમાં ૧૭ યુગલ લગ્નગ્રંથિથી જોડાયા હતા નવદંપતી ઓને સાત પ્રકાર ની દીક્ષા એટલે સપ્તપદી સાથે પૂજ્ય ભાઈજી શ્રી એ નવદંપતી ઓને આપનું આદર્શ દાંપત્ય જીવન દૈવી બને "વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ" ના આશિષ પાઠવ્યા હતા પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ ના ૬ઠ્ઠા લગ્નોત્સવમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી અનેકો મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પુણાગામ-કેનાલ રોડ પર સ્થિત SBL ફાર્મમાં પરવડી પટેલ સમાજનો ૬ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ લગ્નોત્સવમાં ૧૭ યુવક-યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ નવદંપતીને આશીર્વાદ આપવામાં માટે પરિવારના સભ્યો સંત શ્રી બાલમુકુંદ બાપુ (પરવડી, આત્મારામબાપા આશ્રમ) સહિત શહેરમાં વસતા પાટીદાર સમાજના અગ્રણીઓ કેળવણી રત્નો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રવિવારે સાંજે શરૂ થયેલા આ લગ્નોત્સવમાં સૌપ્રથમ તુષાર જાની સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૪:૩૦ કલાકે વર કન્યાનું આગમન,૫ કલાકે સામૈયું, ૫:૩૦ કલાકે મંચસ્થ મહાનુભાવોનું સન્માન, ૬ કલાકે પૂજન-કન્યાદાન, ૭ કલાકે ભોજન સમારોહ. ૭:૩૦ કલાકે હસ્તમેળાપ, ૮ઃ૪૫ વરકન્યા ભોજન, ૯ કલાકે વેવાઈનું સન્માન, ૯:૩૦ કન્યા વિદાઈ સહિતના કાર્યક્રમ થયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નવિધિના આચાર્ય પદે શાસ્ત્રી પૂનિત પંડ્યા, રોહિત પંડ્યા સહિતના ભૂદેવો દ્વારા નવયુગલો લગ્નવિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પરવડી પટેલ સમાજ મિત્ર મંડળ ના ૬ઠ્ઠા લગ્નોત્સવમાં સમારોહના અધ્યક્ષ તરીકે પરવડી કેળવણી મંડળના માજી પ્રમુખ જગુભાઈ ખેની સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. લગ્નોત્સવમાં જોડાયેલા મહાનુભવોએ નવદંપત્તિને સુખી દાંપત્ય જીવન અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે પરવડી પટેલ સમાજ દ્વારા ઉપસ્થિત અગ્રણી મહાનુભવોનું સન્માન પણ કરવામાં આવ્યું ષડદર્શનાચાર્ય વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી એ નવદંપતી ઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ સાત પ્રકાર ની દીક્ષા એટલે સપ્તપદી આદર્શ દામ્પત્ય જીવન દૈવી બને તેવા શુભ આશિષ પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.