કેડીલા ફાર્માસ્યૂટિકલ લિમિટેડ ધોળકા દ્વારા દસક્રોઈ તાલુકા આરોગ્ય કચેરી ખાતે 55 ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી - At This Time

કેડીલા ફાર્માસ્યૂટિકલ લિમિટેડ ધોળકા દ્વારા દસક્રોઈ તાલુકા આરોગ્ય કચેરી ખાતે 55 ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી


કેડીલા ફાર્માસ્યૂટિકલ લિમિટેડ ધોળકા દ્વારા
દસક્રોઈ તાલુકા આરોગ્ય કચેરી ખાતે 55 ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી

દસક્રોઈ તાલુકા આરોગ્ય કચેરી ખાતે 21 જાન્યુઆરી એ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. કાર્તિક શાહ સાહેબ ના માર્ગદર્શન હેઠળ દસક્રોઈ તાલુકા ના 55 ટીબી ના દર્દી ઓ ને અનાજ ની કીટ નું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દસક્રોઈ તાલુકા મા ટીબી રોગ થી પીડિત 55 દર્દી ઓ ને Cadila pharmaceuticals Ltd થી શ્રી દિલીપભાઈ ચૌહાણ તેમજ શ્રી ચંદ્રન નાયર સાહેબ દ્વારા ન્યુટ્રીશન કીટ આપવામાં આવી.
જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર થી પધારેલ ડો. ગીતાંજલિ બોરાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ પટેલ, તમામ મેડિકલ ઓફિસર, આયુષ ડોક્ટરો, સુપરવાઇઝર, કર્મચારી, હાજર રહ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ પટેલ ના જણાવ્યા અનુસાર વર્ષ 2025 મા ટીબી નિર્મૂલન નું સ્વપ્ન સાકાર કરવાં માટે ટીબી રોગ ની સારવાર સાથે પોષણ યુક્ત (પ્રોટીન વાળો) ખોરાક લેવો ખુબ જરૂરી છે. તથા ટીબી ની બીમારી હવા થી ફેલાતી હોવાથી બે અઠવાડિયા કરતા વધુ ખાંસી, ભૂખ ઓછી લાગવી, સાંજ ના સમયે તાવ જેવા લક્ષણો હોય તો નજીકના ના સરકારી દવાખાને ગળફા ની તપાસ અને છાતી નો xray કરાવવા જોઈએ.
બીજી તરફ તાલુકા ટીબી સુપરવાઇઝર રાજેશભાઇ એ જણાવ્યું કે ટીબી ના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીક ના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ અને સારવાર પૂર્ણ કરવાથી ટીબી રોગ થી મુક્ત થઈ શકાય છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.