કરજણમાં સુરવાડા ગામે પતંગ ઉતારવા માટે વૃક્ષ ઉપર ચડેલા યુવકને વીજ કરંટ. - At This Time

કરજણમાં સુરવાડા ગામે પતંગ ઉતારવા માટે વૃક્ષ ઉપર ચડેલા યુવકને વીજ કરંટ.


વૃક્ષ ઉપર ચડેલા યુવકને વીજ કરંટ લાગ્યો કરજણના સુરવાડા ગામે 27 વર્ષીય યુવકને કરંટ લાગ્યો આજરોજ ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વડોદરા જીલ્લાના કરજણમાં પતંગ ઉતારવા માટે વૃક્ષ ઉપર ચડેલા યુવકને વીજ કરંટ લાગ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે . વીજ કરંટ લાગ્યા બાદ યુવકને તાકીદના ધોરણે સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે . મળતી માહિતી મુજબ કરજણના સુરવાડા ગામે 27 વર્ષીય યુવકને કરંટ લાગ્યો હતો . યુવક પતંગ ઉતારવા માટે વૃક્ષ પર ચડ્યો હતો જે દરમિયાન સુરવાડા । ગામેથી પાદરા તરફ જતા કુવાની એગ્રીકલ્ચર લાઇનના તે વીજ તારને અડી જતા તેની જોરદાર કરંટ લાગ્યો હતો . જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો . જો કે યુવકની હાલત વધુ ગંભીર હોવાને લઈ કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી તેને વડોદરા SSG હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.