ધ્રાંગધ્રામા નમઁદા પાણીથી વંચીત ગામોની સમશ્યા નિવારવા ધારાસભ્યની રજુવાત
ધ્રાંગધ્રા સહિત જીલ્લાના ત્રણ તાલુકાઓના કુલ ૩૧ ગામોમા સિંચાઇનું પાણી નહિ મળતા ખેડુતોને પડતી મુશ્કેલીને લઇને અભિયાન પણ છેડ્યું હતી પરંતુ રાજકીય ઇશારે ખેડુતોની સિંચાઇના પાણીની માંગ પુણઁ થયા પહેલા જ અચાનક અભિયાન ઠંડુ પડી ગયુ હતુ પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના સરપંચ હષઁદભાઇ પટેલ દ્વારા ખેડુતોને સાથે રાખી હાલમા જ ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાને લેખીત રજુવાત કરી નારીચાણા તથા આજુબાજુના ગામોમા સિંચાઇનું પાણી મળી રહે તે માટે માંગ કરી હતી જેને લઇ ધારાસભ્ય દ્વારા ગાંધીનગર નમઁદા પાણીના વોટર રિસોસઁ સેક્રેટરી સાથે મુલાકાત કરી પોતાના મતવિસ્તાર સહિતના ગામોમા સિંચાઇના પાણી અંગે રજુવાત કરી ઝડપી ખેડુતોના પ્રશ્નનો નિકાલ થાય તે માટેની કામગીરી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.