કાંઠા ચોવીશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા અમાનવીય જૂની રૂઢીઓ અને પ્રણાલીઓને કાયમી તિલાંજલી આપી નવી બોડીનું ગઠન કરી સમાજ રચના કરવા સભા બોલાવમાં આવેલ. - At This Time

કાંઠા ચોવીશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા અમાનવીય જૂની રૂઢીઓ અને પ્રણાલીઓને કાયમી તિલાંજલી આપી નવી બોડીનું ગઠન કરી સમાજ રચના કરવા સભા બોલાવમાં આવેલ.


તારીખ:૦૮-૦૧-૨૦૨૩નાં રોજ કાંઠા ચોવીશી ગુર્જર મેઘવાળ સમાજ ચિત્રોડ મુકામે ભેગી થયેલ જેમાં મુખ્ય હેતુ એ હતો કે સમાજમાં જે જૂની અને ખોટી અમાનવીય રૂઢીઓ કે પ્રણાલીઓ પ્રચલિત હતી તેને કાયમી ધોરણે તિલાંજલી આપીને સામાજિક સુધારણા, એકતા અને વિકાશ કરવામાં આવે,
તારીખ:0૪/0૧/૨૦૨૩ના રોજ અંદાજે ૧૫૦ જેટલા સમાજના ભાઈઓ સાથે મળીને સમાજના વર્ગને નવી દિશા આપવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યાં કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજના ૯૫ જેટલા લોકોએ લેખિત પત્ર લખીને સમાજના ૩૯ જેટલાં પંચ/પરિવાર અને ૨૦થી પણ વધુ ગામના લોકોને તેમજ પ્રથમ વખત મહિલાઓને પણ સમાજમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું જે માટેનું સ્થળ નૂતન ચિત્રોડ ગામ નક્કી કરવામાં આવેલ હતું જેનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીનો હતો. અને તારીખ:૦૮/૦૧/૨૦૨૩ હતી.
તારીખ ૦૮/૦૧/૨૦૨૩ની ચિત્રોડ ગામની સભાનો અહેવાલ.
સવારમાં ૧૦.૦૦ વાગ્યે સામાજિક સભાનો નિર્ધારીત સમય હતો પરંતુ તા:૦૭/૦૧/૨૦૨૩નાં ભચાઉ તાલુકાના આધોઈ ગામનાં બગડા પરિવારનાં એક યુવાનનું અકાળે મરણ થતાં સભા ૯૦ મિનિટ લેટ શરૂ કરવામાં આવેલ. અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ સભામાં બે મિનિટનું મૌન રાખવામાં આવેલ હતું.
સભાની શરૂઆત વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ અને ભારતના પ્રથમ કાનૂન મંત્રી તેમજ આધુનિક ભારતનાં શિલ્પકાર, બંધારણનાં ઘડવૈયા, બોધિસત્વ ડો.બાબા સાહેબ આંબેડકરનાં ફોટો પ્રતિકને દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલ, જેમાં ગામનાં સ્થાનિક લોકો અને મહિલાઓ તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવલે હતું.

અઢારમી સદીના અંધકાર જેવા કાળા કાયદામાં માનનાર કે મનાવનાર અમુક મૂઠીભર બની બેઠેલા આગેવાનોએ વર્ષોથી સમાજના અભણ કે અજ્ઞાન લોકોને સમાજનાં નામે ડર અને અને ભય બતાવી ખોટા રૂઢિગત નિયમો બનાવીને સમાજની નવી પેઢીને પણ અંધકાર તરફ ધકેલી રાખવાના અમાનવીય અવિરત પ્રયાસ ચાલુ રાખવાંમાં અહમ ફાળો હતો. જેમાં આંખ આડા કાન કરીને સગીરવયની ઉમરના દીકરા દીકરીના સગાઈ/લગ્ન જીવનને પ્રોત્શાહન આપવામાં આવતું હતું, ત્યાર બાદ દીકરી/દીકરો પુખ્ત વયના થાય અને નાની ઉમરે થયેલ સગાઈ/લગ્નમાં કોઈ પણ દરાર ઊભી થાય અને સગાઈ કે લગ્ન તોડવામાં આવે તો આવા કિસ્સાઓમાં બની બેઠેલા એગવાનો સમાજ ભેગી કરી જબરજસ્તીથી દીકરી/દીકરાને ત્યાં સાથે રહેવા ફરજ કે ફોર્ષ કરે અને જો સાથે ન રહે તો સગાઈ તોડવા બદલ અંદાજે દંડ ૫૦૦૦૦/- અને લગ્ન તોડી નાખે તો રકમ ૧૦૦૦૦૦/- કે ૨૦૦૦૦૦/- અથવા મનફાવે તેવી રકમ બની બેઠેલા આગેવાનો નકકી કરતાં અને સમાજની ગરીબ કે અભણ પ્રજા પાસેથી આ દંડ વસુલતા હતા. અને આવેલ રકમનો ક્યારેય પણ પારદર્શક હિશાબ પણ આપવામાં આવતો ન હતો, જો દંડની ના ભરે તો એની સાથેના તમામ પ્રકારના સામાજિક વ્યવહાર કટ કરી નાતબહાર મૂકવામાં આવતા હતા. જેમાં સગાઈ લગ્ન તો દૂરની વાત છે પણ નજીકનાં સગાઓમાં મરણ થાય તો પણ સગા સંબધીઓને અંતિમ યાત્રામાં પણ આવવાની મનાઈ કરવામાં આવતી હતી, અને ભૂલથી કોઈ આવી ગયા હોય તો બની બેઠેલા આગેવાનો દ્વારા અપમાનિત કરી ઉઠાડી મૂકવામાં આવતા હતા.
સગીરવયની ઉમરે થયેલ લગ્ન વિષયક નિર્ણયો જ્યારે પુખ્તવયની ઉમરે પહોચતા દારૂડિયા જુગારિયા કે અસમાજિક તત્વો જેવી કુબુદ્ધિ ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કે સગાઈ તોડવામાં આવતી હોય ત્યારે સમાજના બની બેઠેલા આગેવાનોની જોહુકુમીનાં કારણે જબરજસ્તીથી લગ્ન તોડફોડ, નાત બહાર કે દંડની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે ત્યારે કાચી ઉમરે/અસમજણનાં કારણે પોતાનું આયુષ્ય ટુકું કર્યાના બનાવ બહાર આવતા હોય છે. તાજેતરમાં સમાજના બની બેઠેલા આગેવાનો દ્વારા ચિત્રોડ ગામની વિધવા માતાની (બાપ વગરની) દીકરીનું લગ્ન જીવન તેની ગેર-હાજરીમાં પૂછ્યા વિના તોડવામાં આવ્યુ અને તેમાં પણ ૨,૬૧૦૦૦/- જેટલો દંડ કરેલ અને ત્યારબાદ દીકરીને આઘાત લાગતાં આત્મહત્યા કર્યાબાદ પોલીસ ચોપડે ફરિયાદ થયાનું પણ પ્રકાશમાં આવેલ છે.
સામાજમાં થતાં સગાઈ-લગ્ન જેવા કાર્યમાં પણ દારૂ-જુગાર જેવા અસામજીક કાર્ય ઉપર કોઈજ પ્રતિબંધ ન હતા તેમજ આંખ આડા કાન કરીને અંદર ખાને પ્રોત્શાહન આપવાનું કામ પણ થતું હતું જેના કારણે સમાજની નવી પેઢી દારૂ-જુગાર જેવા દુર્ગુણોમાં સપડાઈ રહી છે તેમજ મરણ જેવા કાર્ય બાદ પણ મૃત-ભોજનને આગેવાનો દ્વારા પ્રોત્શાહન આપવામાં આવતું હતું.

ઉપરોક્ત બધી બાબતોમાં સમાજમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ છ્તા પણ લાખો રૂપિયાનાં દંડ વસૂલ કરનાર આગેવાનો એ કયારે પણ શિક્ષણ સુરક્ષા રોજગાર કે આરોગ્ય બાબતે કે સમાજની અંદર રહેલા દુર્ગુણો દૂર કરવા બાબતે કયારેય પણ કોઈજ સભા બોલાવીને કોઈ જ યોગ્ય ઠરાવ કે નિર્ણયો લેવામાં આવતા નાં હતા. અને આ લાખો રૂપિયાની બેનામી ઉઘરાણીનું ક્યારેય પણ સમાજ વચ્ચે પારદર્શક હિશાબ આપવામાં આવતો ન હતો,
સમાજની બેઠકમાં ઉપરોક્ત જે પણ ચર્ચા કરવામાં આવી હતી તે સોસિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવેલ હતી, તમામ ચર્ચાઓને સમજદાર અને શિક્ષિત આગેવાનોએ સાંભળી સમજીને તારણ કાઢતા આવાં તમામ કાળા અને જો હૂકુમી નિયમોને સર્વ સહમતીથી કાયમી ધોરણે રદ બાતલ જાહેર કર્યા હતા. તેમજ બની બેઠેલા તમામ આગેવાનોની બોડીને પણ રદ બાતલ જાહેર કરીને સર્વાનુમતે નવા હોદેદારોની બોડીનું ગઠન કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે ગામ જંગીનાં વશરામભાઈ આલાભાઈ સોલંકી (ભચાઉ તાલુકા ન્યાય સમિતિ ચેરમેન)ને નિયુક્ત કરવામાં આવેલ હતા. ઉપ-પ્રમુખ તરીકે ગામ ચિત્રોડનાં શિવજીભાઇ પેથાભાઈ ગોહિલ, મંત્રી તરીકે ગામ આધોઈનાં ચાવડા રમેશભાઈ પાંચાભાઈ (એડવોકેટ), સહ મંત્રી તરીકે ગામ ચાંદ્રોડીના ચૌહાણ ડાયાભાઈ ઉગાભાઈ, ખજાનચી તરીકે ગામ ઘરાણાનાં પરમાર હીરાભાઈ ભામાભાઇ (રિટાયર્ડ પોલીસ અધિકારી) તેમજ સહખજાનચી તરીકે ગામ લાકડિયાનાં પરમાર સુરેશભાઇ ગોવાભાઇને જાહેર કરી ઘોષિત કરવામાં આવેલ છે, તેમજ આ તમામ હોદેદારોની સાથે ૭ સભ્યોની એક કારોબારી સમિતિ પણ બનાવવામાં આવેલ છે, અને સાથે ૧૩ સભ્યોની સલાહકાર સમિતિની પણ સર્વાનુમતે ઘોષણા કરવામાં આવેલ જેમાં ઐતિહાસિક પહેલમાં મહિલાઓની હાજરી હોવાને કારણે સલાહકાર સમિતિમાં પુરુષોની સાથે ત્રણ મહિલાઓની પણ વરણી કરવામાં આવેલ જેમાં ગામ લાકડિયા, મચ્છોયા સૂર્યાન્સી પ્રવિણભાઈ, ગામ અધોઇ, વાઘેલા મુકતાબેન વિજયભાઈ, અને ગામ જંગી, દાફડા નીલમબેન પ્રેમજીભાઈને સર્વાનુમતે જાહેર કરેલ છે
આ તમામની ઉપર સર્વોપરી સતા તરીકે કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજના તમામ પંચ/પરિવારનાં લોકોં રહેશે
ઉપરોકત કાંઠા ચોવીશી ગુર્જર મેઘવાળ સમાજના નવા નિમેલા ટ્રસ્ટી(હોદેદારો)ઓ તેમજ સલાહકાર સભ્યો દ્વારા દ્વારા એક સપ્તાહની અંદર માનવતાનાં ધોરણે રૂઢીઓ/પ્રણાલીઓને રદ કરીને કે મૌલિક અધિકારોને ધ્યાનમાં લઈને શિક્ષણ, સુરક્ષા, રોજગાર, અને આરોગ્યને કેન્દ્રમાં રાખીને સમાજનું નવું સામાજિક બંધારણ લેખિત સ્વરૂપે તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવેલ છે, જેના માટે આવનાર તારીખ:૨૧/૦૧/૨૦૨૩નાં સવારે ૧૦:૦૦ કલાકે ગામ લાકડિયાની હદમાં આવેલ મઢીની જગ્યાએ સમાજ ભેગી કરવાનું નકકી થયેલ છે જેની અંદર આ નવા સામાજિક બંધારણનું વાંચન કરવામાં આવશે અને હાજર રહેલ તમામ પંચ પરિવારની સમક્ષ રજૂ કરી સર્વાનુમતે/બહુમતે અમલમાં ખુલ્લુ મૂકવામાં આવશે. જેનું પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેમાં મેઘવાળ સમાજના લાગુ પડતાં તમામ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. કેશવભાઈ મચ્છોયા-સામાજિક કાર્યકર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon