બોટાદ RTO દ્વારા 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કલેકટર, એસ.પી, આર.ટી.ઓ અધિકારી ઉપસ્થિત - At This Time

બોટાદ RTO દ્વારા 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કલેકટર, એસ.પી, આર.ટી.ઓ અધિકારી ઉપસ્થિત


બોટાદ RTO દ્વારા 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કલેકટર, એસ.પી, આર.ટી.ઓ અધિકારી ઉપસ્થિત

બોટાદના મુખ્ય માર્ગો પર વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સાથે રેલી યોજી વાહન ચાલકો અને નાગરિકોને કરાયા જાગૃત

રસ્તા પર થતા અકસ્માતો ને લઈને લોકોને જાગૃત કરવા સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરીને લોકોને જાગૃત કરવામાં આવે છે બોટાદ આરટીઓ વિભાગ દ્વારા આજે 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોટાદ કલેકટર બીજલ શાહ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા ડીડીઓ જિલ્લા આર ટી ઓ અધિકારી ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા 33 માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો આ તકે તમામ અધિકારીઓ અને નાગરિકોએ માર્ગ સલામતી ના શપથ લીધા હતા. જ્યારે વાહન ચાલકોને અને નાગરિકોને જાગૃત કરવા શાળાના વિદ્યાર્થીઓએ બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલીયોજી હતી જ્યારે આર ટી ઓ દ્વારા આજથી 17 તારીખ સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહનચાલકો અને નાગરિકોને જાગૃત કરવામાં આવશે તેમ આરટીઓ અધિકારી ડી કે ચાવડાએ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.