નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી આવી સામે.. પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત.
નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી આવી સામે.. પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત.
નેત્રંગ જીન બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિકોનો રોષનો ભોગ ગ્રામ પંચાયતના સભ્યોન બને તે માટે હંગામી ધોરણે મસ મોટો ખાડો ખોદીને પાણી નિકાલની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રયાસ બાદ પાણીની નિકાલ તો થઈ ગયું પરંતુ ચોમાસામાં વિત્યાબાદ ખોદેલ ખાડાને પુરવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ન કરતા ગતરોજ રાત્રી દરમિયાન પંચાયતના પાપનો ભોગ વાછરડાએ ભોગવવાનું આવ્યું હતું. બનાવની મળતી માહિતી અનુસાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની સમસ્યાને નિવારવા માટે ચોમાસા દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો . પરંતુ ચોમાસા વીત્યા બાદ પણ સ્થાનિકની રજૂઆત છતાં ખાડાને પૂરવામાં ન આવતા રાત્રી દરમિયાન વાછરડું ખાડામાં પડીયુ હતું. જેને બચાવા જતા ગાય પણ ખાડામાં પડી જવા પામી હતી. આ ઘટનાની જાણ સવારે સ્થાનિકોને થતા વાછરડા અને ગાય ને બચાવા ડોટ મૂકી પ્રયાસ હાથ ધર્યું હતું. પણ દુર્ભાગ્યવસ ગાય અને વાછરડાને બહાર કાઢતા પંચાયતના વાંકે વાછરડાનું મોત થયું હતું. આ ઘટના ને લઈ સ્થાનિકો માં પંચાયત માટે ફિટકારની લાગણી સાથે રોષ જોવા મળ્યો હતો.
આ બનાવની જાણ સ્થાનિક સભ્ય અને એડવોકેટ એન્ડી નોટરી સનેહલકુમાર પટેલને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને પંચાયત સત્તાધીશોનું ધ્યાન દોરી વહેલી તકે યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી
બોક્ષ.-૧
આ જુઓ નેત્રંગ ગામ પંચાયત ની કામ ગીરી અમે એમને કેટલા દિવસ થી સમજાવીયે છે છતા પણ એમની આખ ઉઘડતી નથી આ ખાડો દોઢ વર્ષ થી ખોદેલો છે જુના સરપંચ વખતે આમા એક ગાય મરી ગઈ હતી આગળ અને હમણા પાછી બે ગાય પડી છે રાત્રે કેટલાય બાઈક વાળા પડીયા છે ધન્યવાદ વાદ છે નેત્રંગ ગામ પંચાયત ને અને સરપંચ ને. :- સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.