કેશોદ એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ દ્વારા નાણાં લઈને પરત ન આપતાં ધાક બેસાડતો આપ્યો ચુકાદો - At This Time

કેશોદ એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ દ્વારા નાણાં લઈને પરત ન આપતાં ધાક બેસાડતો આપ્યો ચુકાદો


કેશોદ શહેરમાં રહેતાં વિજયભાઈ હેરભાએ મિત્રતાની રૂએ ઉમેશભાઈ હિગરાજીયાને રૂપિયા ત્રણ લાખ વીસ હજારની મદદ કરી હતી ત્યારે જે રકમ લાંબો સમય વીતી જતાં પરત ન કરતાં બેંક ખાતામાં ચેક ભરતાં જે રીટર્ન થયો હતો. વિજયભાઈ હેરભાએ કેશોદના વિદ્વાન વકીલ વિશાલભાઈ જોષી મારફતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નામદાર એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ સાહેબ દ્વારા બન્ને પક્ષકારોને સાંભળીને ઉમેશભાઈ હિગરાજીયા ને દોષિત ઠેરવ્યા હતા અને આદેશ આપ્યો હતો કે છ માસની સાદી કેદની સજા અને રૂપિયા ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો છે. સામાજિક પારિવારિક જીવન માં સંબંધમાં મિત્રતામાં જરૂરિયાત હોય ત્યારે હાથઉછીના પૈસા લઈને પરત ન આપનારા ઈસમો માટે નામદાર એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ સમીર સાંગાણી સાહેબ દ્વારા ધાક બેસાડતો ચુકાદો આપ્યોછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon