ગામડા ના વિકાસ માટે આરોગ્ય સેવા અને સરકારી શિક્ષણ મજબૂત અને સુવિધાયુક્ત બને પૂરતું મહેકમ મૂકવામાં આવે તીજ વિકાસ થાય... - At This Time

ગામડા ના વિકાસ માટે આરોગ્ય સેવા અને સરકારી શિક્ષણ મજબૂત અને સુવિધાયુક્ત બને પૂરતું મહેકમ મૂકવામાં આવે તીજ વિકાસ થાય…


બિલ્ડીંગ ગમે એટલા રૂપાળા હોય પણ ભણાવનાર ન હોય તો પાયો કાચો રહે છે..

૧૦૧- ગારિયાધાર વિધાનસભા ના આમ આદમી પાર્ટી ના નવનિયુક્ત ધારાસભ્ય અને ભામાશા સુધીર ભાઈ વાઘાણી ની ટીમ જેસર તાલુકા ના કોટિયા ગામે પ્રાથમિક શાળા ના નવા બની રહેલા બિલ્ડિંગ ની મુલાકાત લઈ કામની ગુણવત્તા જળવાય અને અંદાજપત્ર મુજબ સારી ક્વોલિટી નું કામ થાય તે માટે રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી શિક્ષણ અને આરોગ્ય જેવી મુખ્ય સમસ્યા ના ઉકેલ થી પ્રજાની સુખાકારી ની અનુભૂતિ થાય છે,માટે સમગ્ર વિસ્તારમાં નવા વિકાસ કાર્યો ગુણવત્તા યુક્ત બને તેની સતત ચિંતા કરી,ઇજનેર સાથે તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી,જરૂર જણાયે ગામના જાગૃત નાગરિકો દેખરેખ રાખે,જરૂર હોય તો અમને તરતજ જાણ કરવા જણાવ્યું હતું..

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.