વડોદરામાં સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું : ' હું બાઇટ નહીં આપું , આમાં મીડિયાને ઇન્ફોર્મ કરવા જેવું કંઈ છે જ નહીં ' - At This Time

વડોદરામાં સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું : ‘ હું બાઇટ નહીં આપું , આમાં મીડિયાને ઇન્ફોર્મ કરવા જેવું કંઈ છે જ નહીં ‘


ચીનમાં વિસ્ફોટક સ્થિતિ ઊભી કરી ચૂકેલા કોરોનાના વેરિયન્ટ BE . 7 ના એક કેસની એન્ટ્રી વડોદરામાં થઈ ચૂકી છે , તેમ છતાં કોરોના વિષે પૂછતા જ વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો . રંજન કૃષ્ણ ઐયર પત્રકારો પર ભડક્યા હતા . રંજન ઐયર પાસે આ અંગેની કોઈ માહિતી જ નહોતી . પત્રકારો દ્વારા તેમને કોરોનાને લઈને હોસ્પિટલમાં શું તૈયારીઓ કરવામાં આવી છે . તે અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહી દીધું કે , ' હું બાઈટ નહીં આપું . પહેલા અમને અમારી તૈયારી સમજવા દો . એ પ્રમાણે કરવા દો . સવારથી બધાને ના પાડી છે . નો બાઈટ . આમાં મીડિયાને ઇન્ફોર્મ કરવા જેવું કંઈ છે જ નહીં ' . ત્યાં સુધી કે , તેઓએ પત્રકારો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો . તાજેતરમાં જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓને પડતી હાલાકીને લઈને આરોગ્ય વિભાગના અધિક સચિવે પણ સયાજી હોસ્પિટલ પાસે રિપોર્ટ માંગ્યો છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું . વડોદરાની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં દર્દી આવે પછી કલાકો સુધી તેની સારવાર નથી થતી અને દર્દીઓ કણસતા પડ્યા રહે છે . ત્યાં સુધી કે તેને જોવા પણ ડોક્ટર્સ આવતા નથી . જોકે આ તમામ મુદ્દાઓ પર સયાજી હોસ્પિટલ મૌન સેવીને બેસી રહે છે અને કોઈ કાર્યવાહી પણ કરતા નથી . વડોદરામાં કોરોના સંક્રમણને લઈને સયાજી હોસ્પિટલ ખાતે 575 બેડ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે . સાથે જ અહીં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે . હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી . વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોઈપણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી . સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ કોર્પોરેશન દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે . વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ટી . કે . ગુપ્તાએ જણાવ્યું હતું કે , વડોદરા એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટ હોવાથી અહીં સીધા વિદેશી પ્રવાસીઓ આવતા નથી . વિદેશથી જે પ્રવાસીઓ આવે તે જે તે એરપોર્ટ પરથી ટેસ્ટિંગ કરાવીને જ અહીં આવે છે . ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં મેડિકલ સ્ટાફ કે તે અંગે જે કોઈપણ જોગવાઈ કરવામાં આવશે કે તે પ્રમાણે અમે અહીં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવીશું . ચીનમાં હાલમાં વિસ્ફોટક સ્થિતિ ઊભી કરી ચૂકેલા કોરોનાના વેરિયન્ટ બીએફ . 7 ના એક કેસની એન્ટ્રી વડોદરામાં થઇ ચૂકી છે . આ કેસ વડોદરામાં તો ત્રણ મહિના અગાઉ સપ્ટેમ્બર મહિનામાં નોંધાઇ ચૂક્યો હતો . વડોદરાના સુભાનપુરામાં રહેતી 61 વર્ષીય વૃદ્ધાની અમેરિકાથી પરત ફર્યાના અઠવાડિયા બાદ બીમાર પડતાં શંકાસ્પદ કોરોનાના કેસના પગલે રિપોર્ટ કઢાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો . એટલું જ નહીં તેનું જિનોમ સિક્વન્સિંગ કરતા આ નમૂનો બીએફ . 7 હોવાનું પૂરવાર થયું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.