મિત્ર પાસેથી ઓનલાઈન રૂપિયા લઈ ખોટી સહીવાળો ચેક આપ્યો: ફરિયાદ - At This Time

મિત્ર પાસેથી ઓનલાઈન રૂપિયા લઈ ખોટી સહીવાળો ચેક આપ્યો: ફરિયાદ


શહેરના શિવપરા, રૈયારોડ ખાતે રહેતા ફરિયાદી રાધાક્રિષ્ના એમ. વઢેલને તેમના રૂરલ ગુજરાત હાઉસીંગ બોર્ડ, એ.જી.સોસાયટીની પાછળ, યુનિવર્સિટી રોડ પર રહેતા તેના મિત્ર હાર્દિક મુકેશભાઈ મહેતાએ મિત્રતાના દાવે તેમને જ્યારે જરૂર પડે ત્યારે ઓનલાઈન તેમના ખાતામાંથી રૂા.80000/- પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ. ત્યારબાદ ફરિયાદી રાધાક્રિષ્નાભાઈને જ્યારે નાણાની જરૂર પડી ત્યારે હાર્દિકભાઈને પરત કરવાનું કહેતા. ગલ્લાતલ્લા કરીને રકમ પરત કરવામાં મુદત પાડતા હતા. ફરિયાદીની બહુ જ મથામણ બાદ આરોપીએ ફરિયાદીને ખોટી સહીવાળો ચેક આપીને તેનાથી પીછો છોડાવવાનું મગજ દોડાવ્યું.
અને જ્યારે ફરિયાદીએ પોતાની માંગણી રકમ સ્વીકારવા માટે જે-તે ચેક બેન્કમાં રજુ રાખ્યો તો તે ચેક સીગ્નેચર ડિફરના શેરા સાથે વણસ્વીકારાયેલ પરત આવેલ હતો. જેથી આ બાબતે ફરિયાદીએ તેમના મિત્રને નોટીસ તેમના એડવોકેટ મારફત મોકલાવી, છતાં રકમ નહી ચુકવતા તેમના વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્ન બાબતેનો કેસ દાખલ કરવામાં આવેલ છે. જેમાં આરોપી હાર્દિક મુકેશભાઈ મહેતા વિરુદ્ધ કોર્ટનું સમન્સ જાહેર કરવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ વિપુલ આર. સોંદરવા તથા સોનલ એમ. સોંદરવા રોકાયેલા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.