ધ્રાંગધ્રા શહેરમા રુપિયા લેણ-દેણ બાબતે માથાકુટ થતા ચાર શખ્સોની હુમલો. - At This Time

ધ્રાંગધ્રા શહેરમા રુપિયા લેણ-દેણ બાબતે માથાકુટ થતા ચાર શખ્સોની હુમલો.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા રહેતા રમજાનભાઇ જાનમહમદ હીગરોજાનુ મકાન ગીરવે રાખેલ જે પેટેના સાડા છ લાખ રુપિયાની ઉઘરાણી રમજાન હસનભાઇ, અલ્તાફ ઉફેઁ લાલો મુબારકભાઇ, મુબારકભાઇ ઇલિયાસભાઇ હીંગોરજા તથા ફીરોજભાઇ ઓલીયાસભાઇ હીંગોરજા દ્વારા પરત માંગણી કરતા રમજાનભાઇ જાનમહમદભાઇ દ્વારા હાલમા સાડા છ લાખ રુપિયા નહો હોવાનુ જણાવતા જ ચારેય શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને અલ્તાફ ઉફેઁ લાલો મુબારકભાઇ નામના શખ્સે પોતાની પાસે રહેલી છરીથી હુમલો કરી ઇજાઁ પહોચાડી હતી આ તરફ ઇજાઁગ્રસ્તને પરીવારજનોને પણ અન્ય ત્રણેય શખ્સો દ્વારા ધોકા પાઇપ વડે માર મારી નાશી છુટ્યા હતા ત્યારે ઇજાઁગ્રસ્ત રમજાનભાઇને તાત્કાલિક હોસ્પીટલ ખસેડી સારવાર બાદ પોલીસ સમક્ષ રમજાન હસનભાઇ, અલ્તાફ ઉફેઁ લાલો મુબારકભાઇ, મુબારકભાઇ અલીયાસભાઇ તથા ફીરોજભાઇ ઓલીયાસભાઇ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.