આંખ ભલે નબળી છે પરંતુ લોકશાહીને સશક્ત કરવામાં ભાગીદારી નોંધાવતાં પ્રજ્ઞાચક્ષુ દિપુભાઇ મકવાણા - At This Time

આંખ ભલે નબળી છે પરંતુ લોકશાહીને સશક્ત કરવામાં ભાગીદારી નોંધાવતાં પ્રજ્ઞાચક્ષુ દિપુભાઇ મકવાણા


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાઇ રહી છે. ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત કરવા જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરી આ "અવસર"માં સામેલ થઈ રહ્યાં છે. અનેક દિવ્યાંગજનો પણ આ ઉત્સવમાં ઉત્સાહ સાથે જોડાયા છે. સામાકાંઠા ગઢડા વિસ્તારના રહીશ અને પ્રજ્ઞાચક્ષુ દિપુભાઇ મકવાણાની આંખ ભલે નબળી છે પરંતુ લોકશાહીને સશક્ત કરવામાં તેમણે મજબૂત ભાગીદારી નોંધાવી છે. શાળા નં.૪, ગઢડા ખાતે મતદાન કરીને અન્યને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી છે. તેમના ધર્મ પત્ની મતી આશાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, લોકશાહીના અવસરમાં હું અને મારા પતિ અવશ્ય મતદાન કરીએ છીએ. તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અહીં ખાસ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવતી હોવાથી અમને કોઇ જ પ્રકારની મુશ્કેલી પડતી નથી અને સરળતાથી અમારા મતાધિકાર ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતાં હોવાનું જણાવ્યું હતું. જિલ્લાના અન્ય નાગરિકોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.