લુણાવાડામાં યોગી આદિત્યનાથનું વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન જંગી જનમેદની ઉમટી
122 લુણાવાડા વિધાનસભા અને 121 બાલાસિનોર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ લુણાવાડા ખાતે જંગી જનસભાને સંબોધી હતી. ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતા હરહર મહાદેવ અને જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરતા વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે આજે હું પ્રધાનમંત્રીની કર્મભૂમિ કાશી થી વિધ્વાનોની નગરી છોટે કાશીમાં આવ્યો છું. ગુજરાત વીર સપૂતો આપ્યા છે દયાનંદ સરસ્વતી,સરદાર પટેલ ,મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતે આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં થતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરી હાલમાં મોદી સરકારમાં ક્યારેય કરફ્યુ કરવાની નોબત નથી આવી તેમ જણાવ્યું. ભાજપ દ્વારા 370, આતંકવાદ,નક્સલવાદ ને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે વિકાસનો વેગ વધ્યો છે. મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસની હરણફાળ ભરી બ્રિટનને પાછળ મૂકી વિશ્વના દેશોમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે, ચારધામ યાત્રા અને તેના રામજન્મભૂમિ સહિત યાત્રાધામ વિકાસને વર્ણવતા કોરોનાના સંકટકાળમાં દેશની પડખે ઊભા રહેનાર સંકટના સાથીને ભૂલી ના શકાય તેમ જણાવી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર બનાવવા ગુજરાતી ભાષામાં લુણાવાડાના ઉમેદવાર જીગ્નેશ સેવક અને બાલાસિનોરના ઉમેદવાર માનસિંહ ચૌહાણની સાથે રહી જંગી લીડથી જિતાડવા અપીલ કરી હતી. આ વિજય વિશ્વાસ સંમેલનમાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા,સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, , યુપીના સહકારિતા મંત્રી જે પી એસ રાઠોડ, લુણાવાડા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીગ્નેશ સેવક, બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર માનસિંહ ચૌહાણ, મહામંત્રીઓ, પ્રવાસી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, જંગી જનમેદની ઉમટી પડી હતી
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.