ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે બિલ્લાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા. - At This Time

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે બિલ્લાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે દર કારતક મહિનાના છેલ્લા શનિવારના દિવસે ધમઁપ્રેમિ લોકો દશઁને આવે છે જેથી અહિ મેળા જેવુ વાતાવરણ હોય છે પરંતુ આ ધામિઁક વાતાવરણને અસામાજીક પ્રવૃતિ બનાવવા કેટલાક ઇશમો હંમેશા રાહ જોઇને બેઠા હોય છે તેવામાં ગત શનિવારે પણ નારીચાણા ગામે હનુમાનજીના મંદિર પાછળ કેટલાક શખ્સો પ્લાસ્ટીકના બિલ્લાથી રુપિયાની હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા જ સ્થાનિક પોલીસ દ્વારા દરોડો કરી કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમા રઝાક મહેબુબભાઇ ફકીર, રમજાન મહેબુબભાઈ ફકીર તથા શોહીલ હબીબભાઇ વેપારી નામના શખ્સોને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડ ૨૩૦૦ રુપિયા જપ્ત કરી ત્રણેય પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.