મુળી તાલુકાનાં ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કાર્ય - At This Time

મુળી તાલુકાનાં ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કાર્ય


*મુળી તાલુકાનાં ગામોમાં આમ આદમી પાર્ટી નો ઝંઝાવાતી પ્રચાર*

*આપ નાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત*

ચોટીલા વિધાનસભા બેઠક પર ધીરે-ધીરે ચુંટણી માં ગરમાવો આવ્યો છે ત્યારે આજે મુળી તાલુકાનાં ગામોમાં સરા,વિરપુર, રાયસંગપર,વેલાળા, વડધ્રા ગામે આમ આદમી પાર્ટી નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ ગૌરી દેસાઈ સાથે પંજાબ નાં મહિલા કાર્યકરો જોડાયા હતા જેમાં ઘરઘર સુધી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું અને કેજરીવાલ ની વિચારધારા સાથે ગેરંટી કાર્ડ ની સમજણ આપી હતી સાથે સાથે ચોટીલા વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી આપ નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા ને જીતાડવા માટે મતદારો ને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર ની એજન્સી દ્વારા સર્વે કરવામાં આવેલ તેમાં સૌથી આગળ આપ હોય અને આપ આ બેઠક ઉપર જીત મેળવી ને જ જંપશે આ સર્વે જાણીને ભાજપ કોંગ્રેસ માં દોડધામ મચી જવા પામી છે રાજુભાઈ કરપડા એક ખેડૂત આગેવાન અને જમીન લેવલે કામ કરતો યુવાન અને શિક્ષિત સાથે છેલ્લા ત્રીસ વર્ષ થી રાજકીય રીતે આગળ એવાં કરપડા કુટુંબીજનો માં થી આવે છે આ કુટુંબ એક અલગ જ લોકચાહના જનતા માં ધરાવે છે ત્યારે સમાજ થી જ્ઞાતિ જાતિ ધર્મ થી પર રહી ચુંટણી માં ઝંપલાવ્યું હતું ત્યારે સમગ્ર સમાજ માં થી આવકાર્ય ઉમેદવાર સાબિત થયા છે અને ચોક્કસ જીત મેળવી ને જ રહેશે તેમ લોકચર્ચા માં જાણવાં મળ્યું છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.