અંકલેશ્વર વિધાનસભામાં ભાજપે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રીપીટ કરાયા =ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ ને 5 મી ટર્મ ભાજપે રિપીટ કર્યા. - At This Time

અંકલેશ્વર વિધાનસભામાં ભાજપે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રીપીટ કરાયા =ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ ને 5 મી ટર્મ ભાજપે રિપીટ કર્યા.


અંકલેશ્વર વિધાનસભામાં ભાજપે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રીપીટ કરાયા

=ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ ને 5 મી ટર્મ ભાજપે રિપીટ કર્યા.

ભરૂચ જિલ્લા ના પાંચ વિધાનસભા નું ચૂંટણી માં ભાજપ દ્વારા ઉમેદવારો ની જાહેરાત કરી છે ,ત્યારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર ફરીવાર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને રિપીટ કરવામાં આવતા કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઈશ્વરસિંહ પટેલ ને શુભેચ્છા પાઠવી હતી

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર ના ભાજપ ના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને પાંચમી વાર રિપીટ કરવામાં આવ્યા છે.ઈશ્વરસિંહ પટેલ વિજય રૂપાણી ની સરકાર માં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી નો કાર્યભાર સાંભળ્યો હતો અને ખેડૂતો ની જીવાદોરી સમાન પંડવાઈ સુગર માં વર્ષો થી ચેરમેન તરીકે બિરાજમાન છે ત્યારે ઈશ્વરસિંહ પટેલ ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા તેઓ અંકલેશ્વર ના ચૌટાનાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા ભાજપ ના સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ફટાકડા ફોડી તેઓ ની ઉમેદવારી ની ઉજવણી કરી એકબીજા ને મીઠાઈ ખવડાવી ઈશ્વરસિંહ પટેલ ને ભવ્ય જીત ની શુભેચ્છા પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.