૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ માટે તા. ૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુઘીમાં નામાંકન પત્રો પહોચાડી શકાશે - At This Time

૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ માટે તા. ૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુઘીમાં નામાંકન પત્રો પહોચાડી શકાશે


૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી-બોટાદ,પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી,તાલુકા સેવા સદન,ચોથો માળ અને મામલતદાર કચેરી બોટાદ (શહેર), તાલુકા સેવા સદન,ત્રીજો માળ,બોટાદ ખાતે નામાંકન પત્રો પહોચાડી શકાશે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગુજરાત રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં ગુજરાત વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.

ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અઘિકારી ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી-બોટાદ,પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી,તાલુકા સેવા સદન,ચોથો માળ,બોટાદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અઘિકારી, ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-બોટાદ (શહેર), મામલતદાર કચેરી બોટાદ (શહેર), તાલુકા સેવા સદન,ત્રીજો માળ,બોટાદ ખાતે મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુઘીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્યા થી બપોર ના ૩:૦૦ વાગ્યા સુઘીમાં નામાંકન પત્રો પહોચાડી શકશે.

નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અઘિકારી,૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી-બોટાદની કચેરી, તાલુકા સેવા સદન,ચોથો માળ,બોટાદ ખાતે તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિત રૂપે અઘિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના દર્શાવેલ અઘિકારીઓમાંથી ગમે તે એક અઘિકારીને તેમની કચેરીમાં તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) રોજ બપોરના ૩:૦૦ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે. જો ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક વચ્ચે થશે. તેમ ચૂંટણી અધિકારીશ્રી, ૧૦૭ બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામા આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.