ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગુજરાત રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ બે તબક્કામાં યોજાનાર છે - At This Time

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગુજરાત રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ બે તબક્કામાં યોજાનાર છે


અખબારી યાદી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગુજરાત રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં ગુજરાત વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અઘિકારી ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી-બોટાદ,પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી,તાલુકા સેવા સદન,ચોથો માળ,બોટાદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અઘિકારી, ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-બોટાદ (શહેર), મામલતદાર કચેરી બોટાદ (શહેર), તાલુકા સેવા સદન,ત્રીજો માળ,બોટાદ ખાતે મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુઘીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્યા થી બપોર ના ૩:૦૦ વાગ્યા સુઘીમાં નામાંકન પત્રો પહોચાડી શકશે. નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અઘિકારી,૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી-બોટાદની કચેરી, તાલુકા સેવા સદન,ચોથો માળ,બોટાદ ખાતે તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિત રૂપે અઘિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના દર્શાવેલ અઘિકારીઓમાંથી ગમે તે એક અઘિકારીને તેમની કચેરીમાં તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) રોજ બપોરના ૩:૦૦ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે. જો ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક વચ્ચે થશે. તેમ ચૂંટણી અધિકારીશ્રી, ૧૦૭ બોટાદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામા આવ્યું છે

Branchp Manager, Nikunj Chauhan Botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.