એક જાળીલા શ્રેષ્ટ જાળીલા " બેનર તળે અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનોખો ચીલો ચીતરતું અનોખું ગામ કે જ્યાં ભવ્ય રીતે ઉજવાયો સદ્ભાવના સમારોહ જેમાં સમગ્ર ગામમાં એકતા યાત્રા યોજવામાં આવી, વિદેશમાં વસતા તેમજ અલગ અલગ જગ્યાએ વસતા ગામના તમામ લોકોએ વતનમાં આવી એકસાથે કરી અનોખી ઊજવણી જેમાં ગામના સર્વ સમાજના લોકો થયા એક અને ગામમાં અનોખી એકતા કમિટીની રચના કરી ગામ હિતમાં લીધા અનેક નિર્ણયો, ગામ ધુમાડો બંધ રાખી આખું ગામ અને ગામમાં વસતા તમામ સમાજો એકસાથે એકમત થઈ જ્ઞાતિ જાતિના વાડા અને ભેદભાવ ભુલી એકસાથે એકમંચ પર જમ્યા અને ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો ગામની અનોખી એકતા જોવા મળી, દિવાળી અને નવા વર્ષની સમસ્ત ગ્રામજનોએ અનોખા ભાઈચારા સાથે કરી ઉદાહરણ રૂપી ઊજવણી, ભવ્ય સદભાવના સમારોહ યોજ્યો, જીલ્લા પોલીસ વડા સહિત પંથકના અનેક મહાનુભાવો આ વિશેષ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. - At This Time

એક જાળીલા શ્રેષ્ટ જાળીલા ” બેનર તળે અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનોખો ચીલો ચીતરતું અનોખું ગામ કે જ્યાં ભવ્ય રીતે ઉજવાયો સદ્ભાવના સમારોહ જેમાં સમગ્ર ગામમાં એકતા યાત્રા યોજવામાં આવી, વિદેશમાં વસતા તેમજ અલગ અલગ જગ્યાએ વસતા ગામના તમામ લોકોએ વતનમાં આવી એકસાથે કરી અનોખી ઊજવણી જેમાં ગામના સર્વ સમાજના લોકો થયા એક અને ગામમાં અનોખી એકતા કમિટીની રચના કરી ગામ હિતમાં લીધા અનેક નિર્ણયો, ગામ ધુમાડો બંધ રાખી આખું ગામ અને ગામમાં વસતા તમામ સમાજો એકસાથે એકમત થઈ જ્ઞાતિ જાતિના વાડા અને ભેદભાવ ભુલી એકસાથે એકમંચ પર જમ્યા અને ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો ગામની અનોખી એકતા જોવા મળી, દિવાળી અને નવા વર્ષની સમસ્ત ગ્રામજનોએ અનોખા ભાઈચારા સાથે કરી ઉદાહરણ રૂપી ઊજવણી, ભવ્ય સદભાવના સમારોહ યોજ્યો, જીલ્લા પોલીસ વડા સહિત પંથકના અનેક મહાનુભાવો આ વિશેષ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત.


બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ જાળીલા ગામ કે જે ગામમાં 5 હજારથી પણ વધારે વસ્તી છે ગામમાં અલગ અલગ સમાજના લોકો વસે છે ત્યારે આ ગામે દિવાળી અને નવા વર્ષની એવી તો અનોખી ઉજવણી કરી કે જે રાજ્ય અને દેશના અન્ય ગામો માટે પ્રેરણાદાયી બની ગયું, મૂળ જાળીલા ગામના અને હાલ વિદેશમાં વસતા હોય તેમજ દેશના અલગ અલગ રાજ્યો અને રાજ્યના અલગ અલગ જિલ્લામાં વસતા તમામ લોકો અને ગામમાં રહેતા તમામ ગ્રામજનો જેમાં બાળક બાળકી યુવાન યુવતી પુરુષ મહિલાઓ અને વૃધ્ધો એકસાથે મળી જ્ઞાતિ જાતિના વાડા ભૂલી એકસાથે મળી અનોખી ઉજવણી કરી હતી અને ગામના હિતમાં અનેકવિધ નિર્ણયો લીધા હતા, જેમાં સમસ્ત ગ્રામજનોએ એકસાથે 5 હજારથી પણ વધારે સંખ્યામાં એકત્ર થઇ ફ્લેકસ બેનરો અને ઢોલ નગારા અને ઘોડીઓની સવારી સાથે " એક જાળીલા શ્રેષ્ટ જાળીલા " ના બેનર તળે સમગ્ર જાળીલા ગામમાં એકતા યાત્રા યોજવામાં આવી હતી જેમાં ગામના મહિલાઓ પુરુષો બાળકો સહિત સર્વ સમાજના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ ભવ્ય સદભાવના સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસવડા કિશોર બળોલિયા તેમજ પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા સહિત પંથકના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના હિત માટે વિશેષ એકતા કમિટીની રચના કરી હતી અને એકસાથે સમસ્ત ગ્રામજનો કે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ સમાજના અને સમાજના અલગ જ્ઞાતિ જાતિના તમામ ગ્રામજનો એકસાથે જોડાયા હતા અને સૌએ ગામના અનેકવિધ વિકાસ કાર્યોમાં સહભાગી થવાનું અને ગામ હિતમાં કાર્ય કરવાના નિર્ણયો અને સંકલ્પો લેવામાં આવ્યા હતા, સાથે જ સમસ્ત ગ્રામજનોએ એકસાથે એક મંચ પર સામાજિક ભેદભાવ ભુલી ભોજન લીધું હતું અને આ તકે સંપૂર્ણ ગામમાં ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો અને ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં 5 હજારથી પણ વધુ સમસ્ત ગ્રામજનો જોડાયા હતા અને પંથકના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, દેશભરમાં આજે જ્યારે સમાજ અને જ્ઞાતિ જાતિના વાડા ના કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે જાળીલા ગામ ખાતે યોજાયેલ સદભાવના સમારોહ દેશ અને રાજ્યના અનેક ગામો માટે ઉદાહરણ પૂરું પાડતું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું અને આધુનિક યુગમાં સૌ સાથે મળી લોક હિતમાં અને સર્વ સમભાવ ભાવના કેળવાય તેને લઈ ઉત્તમ કામગીરી કરી અને ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું જેની પંથકના અનેક ગામોએ પણ નોંધ લીધી અને ગ્રામજનોની એકતાને બિરદાવી રહ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.