ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહામોત્સવને લઈને ગઢપુર ને નવોઢાની જેમ શણગારાયું - At This Time

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહામોત્સવને લઈને ગઢપુર ને નવોઢાની જેમ શણગારાયું


આખા ગઢડા શહેરને રંગબેરંગી લાઈટ ડેકોરેશનની રોશની થી કરાયો શણગાર

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) એટલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું ઉદગમસ્થાન કહી શકાય સંપ્રદાયની સ્થાપના અને શિક્ષાપત્રી તથા વચનામૃત જેવા જીવન ઉપયોગી ગ્રંથોની રચનાઓના મોટાભાગના પ્રકરણો પણ ગઢડાના આંગણે જ લખાયા છે તેમજ સહજાનંદ સ્વામીએ પોતાની જીવન લીલા પર ગઢડા મધ્યેજ સંકેલી અને સમાધિ સ્થાન પણ ગઢડામાં જ બન્યું છે ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા દ્વિશતાબ્દી મહામોત્સવ યોજવાનો છે ત્યારે મંદિર દ્વારા આખા ગઢડાને નવોઢાની જેમ શણગારાયું છે ગઢડા બસ સ્ટેશન રોડ, ટાવર રોડ, માણેકચોક, શાકમાર્કેટ, કાપડ બજાર સહિતના શહેરના મુખ્ય માર્ગો પર રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી રોશની કરી ગઢપુર ને નવોઢાની જેમ શણગારાયું

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.