મિલ્કત વેરાના બાકીદારો સાવધાન : નવેમ્બરથી મનપાની વસુલાત આક્રમક બનશે
:મ.ન.પા. દ્વારા તાજેતરમાં જ જુલાઇ મહીના સુધી મિલ્કત વેરામાં પથી૧૫ ટકા ડીસ્કાઉન્ટની સ્કીમ પૂર્ણ થઇ ત્યારે ૫.૫૦ લાખ જેટલા કરદાતાઓ પૈકી કુલ ૩.૪ લાખ જેટલા કરદાતાઓએ આ ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ એડવાન્સ મિલ્કત વેરો ભરી દીધો છે. હવે ૨.૧૦ લાખ જેટલા કરદાતાઓનો વેરો બાકી છે. જેમાં ૧૦ હજારથી વધુ ની રકમનાં બાકીદારો ઉપર આવતા મહિનાથી એટલેકે દિવાળી બાદ બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ થનાર છે. હાલ પ્રથમ તબક્કે ડીમાન્ડ નોટીસોઅપાઇ રહી છે. ત્યારબાદ નળ કનેકશન કપાત, મિલ્કત સીલ, મિલ્કત જપ્તી અને મિલ્કતની હરરાજી સહીતનાં કડક પગલાઓ તબક્કાવાર લેવા મનપાની વેરા શાખાએ કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.
મ.ન.પા. દ્વારા ૧ ઓકટોબરથી બાકી મિલ્કત વેરા ઉપર ૧૮ ટકા વ્યાજ ચડવા મંડયુ છે. જોકે એડવાન્સ મિલ્કત વેરો ભરનારાને ૧૦ થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઇ અનેક કરદાતાઓએવ્યાજ લાગુ થાય તે પહેલા જ મિલ્કત વેરો ભરી દીધો હતો. પરિણામે મ.ન.પા.ને વેરાની કુલ ૨૦૧ કરોડ જેટલી આવક થઇ છે.
આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ હવે બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવશે. આજ દિન સુધીમાં મિલ્કત વેરો ન ભરનાર ૩.૫૦ લાખ કરદાતાઓને બીલ કમ નોટીસ પાઠવવામાં આવશે. રીકવરી સેલ દ્વારા ૫૦ હજારથી વધુના બાકીદારોનું લીસ્ટ કરી રૂબરૂ નોટીસ બજાવવા તૈયારી કરવામાં આવશે. બાકી મિલ્કત વેરો વસુલવા તંત્ર દ્વારા સીલીંગ, મીલ્કત જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. મનપાની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ૩.૪ લાખ કરદાતાઓએ અંદાજીત કુલ ૨૦૧ કરોડનો મિલ્કત વેરો આજ દિન સુધીમાં તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.
ઓનલાઇનથી ૧૦૪ કરોડની આવક
મનપા દ્વારા રાજકોટ મહાનગર પાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો વસુલવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ૧,૮૨,૫૮૭ કરદાતાઓએ રૂ. ૧૦૪ કરોડનો મિલ્કત વેરો ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં રૂ.૫૦ અને ૧ ટકાનાં વળતરનો લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.