શ્રી મુખ્યમંત્રી દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ નો આરંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આજે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કુલ 22 કડિયા નાકા ઉપર શ્રમજીવીઓને ફક્ત ₹5માં પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમયોગીઓ માટે અરજીથી મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાના સરળીકરણ માટે તથા વિવિધ શ્રમિક યોજનાઓના લાભો ઘરેબેઠા ડિજિટલ માધ્યમથી મળી શકે તે માટેનું 'સન્માન' પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના ચેકનું તથા 1200 જેટલા શ્રમિકોને ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમારોહ બાદ મુખ્યમંત્રીશ્રીએ ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના લાભાર્થીઓને ભોજનનું વિતરણ કર્યું હતું.
CMO Gujarat Bhupendra Patel Pankaj Kumar, IAS Brijesh Merja
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.