કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. - At This Time

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા.


ડિકેન્સ ક્ષેત્રમાં ભારતની સ્થિત મજબૂત : સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ ભારત પહેલા બૂલેટ સહિતના હથિયારોની ખરીદી કરતું હતું પણ હવે એક્સ્પોર્ટ કરે છેઃ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ વિશ્વમાં ત્રણ દેશનું રક્ષા મંત્રાલયનું બજેટ સૌથી વધારે જેમાં ભારતનો સમાવેશઃ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ.

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજ્ય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા . ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે મોડાસાની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લઇને ગ્રામિણ વિસ્તારો સુધી પ્રચાર પ્રસાર થાય અને વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવે તે માટે અહાહન કર્યું હતું .
કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી યોજનાઓની વાત કરતા જણાવ્યું કે , પ્રધાનમંત્રી આવાસ યોજના , નલ સે જલ યોજના તેમજ અન્ય યોજનાઓથી લોકોના જીવમાં બદલાવ આવ્યો છે . ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં લોકોને પાક્કા મકાનો મળ્યા છે તો છાવાડાના માનવીને ઘરે જ નળથી જળ મળવા લાગ્યું છે , જેથી ઉનાળાના સમયમાં દૂર સુધી પાણી ભરવા જવાની સમસ્યાથી રાહત મળી છે .
મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ ઉમેર્યું કે , સંરક્ષણ ક્ષેત્ર ભારત અન્ય દેશો કરતા સારી સ્થિતિમાં છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવર્તન અને દેશની કાયાપલટ થઇ છે . ભારત સેનાના ત્રણેય ક્ષેત્રમાં મજબૂત સ્તિતિમાં છે . તેમણે ઉમેર્યું કે , ભારતમાં મેક ઇન ઇન્ડિયા થકી ડિફેન્સને ઘણો જ કાયદો થયો છે . પહેલા હથિયારો તેમજ બૂલેટ , સહિતની ચીજવસ્તુઓની બીજા દેશોમાંથી ખરીદી કરવી પડતી હતી , પણ હવે સ્થિતિ બદલાઈ છે અને ભારત આ બધી ચીજવસ્તુઓ બહારના દેશોમાં મોકલે છે .કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે , ત્રીસ હજાર પાંચ સો કરોડ રૂપિયાના ડિફેન્સ ક્ષેત્રની ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરી છે . તેમણે ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની કામગીરીની વાત કરતા જણાવ્યું કે , સીપરી નામની સંસ્થાએ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર એક સર્વે કર્યો હતો , જેમાં પૂછવામાં આવ્યું હતું કે , વિશ્વમાં એવા કયા દેશ છે કે , જે ડિફેન્સ ક્ષેત્રની ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરે છે , જેમાં ટોચના 25 દેશમાં ભારતનું નામ આવ્યું હતું . તેમણે એમ પણ ઉમેર્યું કે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રથમવાર બન્યું છે અને તેમને આનું ગૌરવ છે .
ડિફેન્સ ક્ષેત્રની વાત કરતા તેમણે એમ પણ જણાવ્યું કે , વિશ્વમાં રક્ષા મંત્રાલયનું બજેટ ત્રણ દેશ ખર્ચ કરે છે , જેમાં એક ભારત દેશ છે . આજે ભારત તમામ ક્ષેત્રમાં મજબૂત સ્થિતિમાં છે અને આ બધુ શક્ય બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079
મોડાસા. અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.