વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર - At This Time

વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર


વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર

વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર અથડાઈ, બન્ને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો, સદનસીબે જાનહાની ટળી

- સામાન્ય વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા અકસ્માત સર્જાયો હતો.

વિંછીયા-અમદાવાદ હાઈવે રોડ પર આવેલ થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને વેગેનાર કાર અચાનક સામસામે ધડાકાભેર અથડાતા બન્ને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માત સામાન્ય વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને વાહનચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે આ અકસ્માતમાં બન્ને ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચતા હતી અને જાનહાની થતી અટકી ગઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિંછીયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં ઠેરઠેર ગાબડાઓ પડી ગયા હોવાથી સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જેતે જવાબદાર તંત્ર દ્વારા રોડને રીપેર કરવામાં આવતો ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વિંછીયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં પડેલા ગાબડાઓને બુરવાની કામગીરી કરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.