રાજાશાહી સમયના આશાપુરા મંદિરે છેલ્લા 71 વર્ષથી નવરાત્રીમાં ત્રણ પેઢીથી રાણીસાહેબા ખૂદ પરોઢે 4.30 વાગ્યે માતાજીનો શણગાર કરે છે! - At This Time

રાજાશાહી સમયના આશાપુરા મંદિરે છેલ્લા 71 વર્ષથી નવરાત્રીમાં ત્રણ પેઢીથી રાણીસાહેબા ખૂદ પરોઢે 4.30 વાગ્યે માતાજીનો શણગાર કરે છે!


1935માં રાજવી પરિવારે મંદિર સ્થાપ્યું, આજે પણ નવરાત્રીમાં માતાજીના શણગાર કરવાની પરંપરા યથાવત

રાજકોટના પેલેસ રોડ પર આવેલું આશાપુરા મંદિર એવું પૌરાણિક મંદિર છે જે આજથી 87 વર્ષ પહેલા રાજવી પરિવારે જ સ્થાપ્યું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આજે પણ આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાજવી પરિવારના રાણીસાહેબ ખૂદ વહેલી પરોઢે 4.30 કલાકે મંદિરે આવીને માતાજીના શણગાર કરે છે. આ મંદિરે ત્રણ પેઢીથી નોરતામાં માતાજીનો શણગાર રાણીસાહેબના હસ્તે જ થાય છે. આશાપુરા મંદિરની સ્થાપના 1935માં રાજવી પરિવાર દ્વારા કરાઈ ત્યારથી જ અહીં મા આદ્યશક્તિની આરાધના થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.