અરવલ્લી જીલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન ના ગુન્હા નો એક વર્ષ ની સજા પડેલ નાસતો ફરતો આરોપી પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

અરવલ્લી જીલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન ના ગુન્હા નો એક વર્ષ ની સજા પડેલ નાસતો ફરતો આરોપી પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


અરવલ્લી જીલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન ના ગુન્હા નો એક વર્ષ ની સજા પડેલ નાસતો ફરતો આરોપી પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ પોલીસ મહા નિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી " સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ . તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ડી સ્ટાફ ના માણસો નાઇટ પેટ્રોલીંગ મા હતા દરમ્યાન આ.પો.કો.હરપાલસિંહ જશંવસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે અરવલ્લી જીલ્લા ના માલપુર પો.સ્ટે.ના નેગો ૧૩૮ મુજબ ના કામે માલપુર જ્યુડી ફસ્ટ ક્લાસ કોર્ટે આરોપી ભીખાભાઇ સરદારભાઇ ડામોર રહે ભુકાકુતરી તા મેઘરજ જીલ્લો અરવલ્લી નાને એક વર્ષ ની સજા કરેલી છે અને તે નાસતો ફરેછે જે સવારના વહેલો હિંમતનગર બસ સ્ટેશન પાસે આવાનો છે અને તેને બદને આછાપીળા તેમજ કાળો ચોકડી વાળો શર્ટ પહેરેછે . જેથી બાતમી આધારે ડીસ્ટાફ ના માણસો એ બસ સ્ટેશન પાસે વોચ મા ગોઠવાઇ ગયેલા અને સદરી વર્ણન કપડા વાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી પકડીપાડી તેનુ નામ પુછતા પોતે ભીખાભાઇ સરદારભાઇ ડામોર રહે ભુકાકુતરી તા મેઘરજ જીલ્લો અરવલ્લી નો હોવાનુ જણાવતા તેના વિરુધ્ધ મા કાયદેસર ની કાર્યવાહી કરી આરોપીને અરવલ્લી જીલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન સોપવામા આવેલછે તા .૨૪ / ૦૯ / ૨૦૨૨

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.