વેલાળા ગામે ભ્રષ્ટાચાર ની તપાસ ની ફરીયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી
*વેલાળા (ધ્રા ) ગામે થયેલા ભ્રસ્ટાચાર નિ તપાસ ની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી*.
વારંવાર સમાચાર માં ભ્રસ્ટાચાર બાબતે મુળી તાલુકા નાં વેલાળા ગામ ચર્ચા માં હોય છે, પણ કોની રહેમ નજર નીચે તપાસ માં ઢીલાશ થાય છે, તે એક વેધક પ્રશ્ન છે.
મળતી વિગત મુજબ rcc રોડ, પેવર બ્લોક જેવા વિકાશ લક્ષી કામો માં વ્યાપક ભ્રસ્ટાચાર સામે આવ્યો હતો, તેની વારંવાર મુળી તાલુકા વિકાશ અધિકારી ને રજુઆત કરવામાં આવી હતી પણ અત્યાર શુધી કોઈજ પ્રકાર ની નક્કર કાર્યવાહી કરવામાં આવી જ નહિ, માટે તાલુકા વિકાશ અધિકારી કયાંક નવા ક્યાંક ભ્રષ્ટાચારીઓની પરોક્ષ રીતે તપાશ નહિ કરી મદદ કરતા હોય એવી શંકા જય છે.
આજ એક વર્ષ થી સંઘર્ષ કરતા અને થાકવા નું નામ નહિ લેતા વેલાળા ના વાતની અને ભ્રસ્ટાચાર ની વિરુદ્ધ અવિરત પ્રયાશ કરતા આજે જિલ્લા વિકાશ અધિકારી ને લેખિત માં જાણ કરી કે અગાવ આપેલ અરજી માં કાર્યવાહી કેમ કરવા માં નહિ આવતી??? આવા વેધક પ્રશ્નો પુછીયા.
કેશા ભાઈ નારશી ભાઈ ના ઘર થી જશા ભાઈ પોપટ ભાઈ ના ડેલા શુધી ના પેવર બ્લોક ના કામ માં કૅમ્પલીશન શર્ટિફિકેટ મુંજબ 567 મીટર થવું જોઈએ પણ તારીખ 5-4-22 ના રોજ અધિક મદદ નિસ ઈજનેર દ્વારા માપતા ફક્ત 308 મીટર જ થવા પામ્યો, જેમાં 258 મીટર રોડ ની ઘાટ રહેવા પામી. જેની 3 વખત તાલુકા વિકાસ અધિકારી ને અરજી કરવા માં આવી પણ અત્યાર શુધી માં કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી.
ત્રિકમ ભાઈ ચતુર ભાઈ ના ઘર થી શક્તિ માતા ના મઢ સુધી પેવર બ્લોક નું કામ કરવા માં આવ્યુ છે, જે સ્થળ બતાવવા માં આવ્યુ છે તેના વચ્ચે મહજ અંદાજ 2 મીટર નું અંતર હશે, તો પણ 198000 નું કૅમ્પલીશન સર્ટિફિકેટ બનાવવા માં આવ્યુ છે, તેની મૌખિક 5 વાર અને લેખિત 3 વાર રજુઆત તાલુકા વિકાશ અધિકારી શ્રી ને કરવા માં આવી પણ કોઈ કાર્યવાહી કરવા માં આવી નહિ.
અગાવ ની અરજી જગા ભાઈ જીવન ભાઈ ના ઘર થી જાપા શુધી ના rcc રોડ માં પણ mb માપ બુક મુજબ 123 મીટર ની ઘાટ આવે છે જેનો ઈજનેર કે તાલુકા વિકાશ અધિકારી પાસે કોઈ જવાબ નહિ. વારં વાર પૂછતાં જવાબ આપવા માં આવે છે કે 5 દિવશ યા 10 દિવશ પછી ઈજનેર સાહેબ આવશે, અને તમને રોડ માપી દેવા માં આવશે.
પણ આજ શુધી એક પણ અરજી માં સંતોષ કારક નિર્ણય યા સંતોષ કારક કાર્યવાહી કરવા માં નહિ આવી યાતો કરવા માં નહિ આવતી.
જિલ્લા વિકાશ અધિકારી શ્રી ને લેખિત માં જાણ કરવા માં આવી છે કે જલ્દી થી જલ્દી એની તપાશ કરી કશુર વાર સામે કાર્યવાહી કરો, અને આ ઢીલી કાર્યવાહી બદલ ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરવા માં આવી. અત્યાર શુધી માં લેખિત માં આપેલ અરજી ની તમામ નકલ અરજી સાથે જોડી ને મોકલવા માં આવી, જેથી કરી ને ઉચ્ચ અધિકારી ને પણ જાણ થાય કે તપાશ અધિકારી અરજદાર ને સપોર્ટ નહિ કરી અને જાણીજોઈને તપાશ નહિ કરી ભ્રસ્ટાચાર ને પ્રોત્સાહન આપે છે આ બાબતે જાગૃત નાગરિક અશોકભાઈ મકવાણા એ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.