રાજકોટ: પોપટપરા મધ્યસ્થ જેલમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીનો આપઘાત
પોપટ પરામાં આવેલી મધ્યસ્થ જેલના બેરેકમાં આવેલા બાથરૂમમાં અપરના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોક બનનાર સગીરા સહિત તેના પિતા સામે ગુનો નોંધવા માટે માંગ ઉઠાવી છે.અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર ત્રણના બેરેક નંબર 2 માં આવેલા બાથરૂમમાં અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી દિપક દિનેશ ચારોલીયા (ઉ.વ.19) એ ગળાફાંસો કાંઇ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતા જેલ તંત્ર દ્વારા એને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રદ્યુમન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વધુ વિગત મુજબ દિપક ચારોલીયાને સગીરાના ગુનામાં રાજકોટની મધ્યસ્થ જેલમાં યાર્ડ નંબર ત્રણ ના બેરેક નંબર 2માં રાખવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે તેણે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે વૃતક દિનેશ ચારોલિયાના પરિવારજનોએ ભોગ બનનાર સગીરા સહિત તેના પિતા અને અન્ય પરિવારજનો પર આક્ષેપો કર્યા હતા અને ખોટી ફરિયાદમાં પોતાના પુત્રને ફસાવી દીધા બાદ જ તેણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું આ સાથે મૃતક દિનેશ ચારોલીયાના પરિવારજનોએ સગીરા અને તેના પિતા સહિતના શખ્સો સામે ગુનો નોંધવા માટે માંગણી ઉઠાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.