બોટાદની એમ. ડી. શાહ વિદ્યાલયની કુ. બંસી નાંગરની બેવડી સિદ્ધિ - At This Time

બોટાદની એમ. ડી. શાહ વિદ્યાલયની કુ. બંસી નાંગરની બેવડી સિદ્ધિ


બોટાદની એમ. ડી. શાહ વિદ્યાલયની કુ. બંસી નાંગરની બેવડી સિદ્ધિ

બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ ની શ્રી એમ. ડી. શાહ વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી માલધારી સમાજની બાળા કુ. બંસી રત્નાકર નાંગરે તાજેતરમાં કલા ઉત્સવમાં હાઈસ્કૂલોના ક્યુ. ડી. સી. લેવલે કાવ્ય લેખનમાં પ્રથમ અને કલા મહાકુંભમાં 6 થી 14 વયજૂથમાં જિલ્લા કક્ષાએ દુહા-છંદ-ચોપાઈમાં તૃતીય એમ બેવડી સિદ્ધિ મેળવી શાળાનું અને માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સાયલા થોરિયાળીના વતની - હાલ બોટાદ નિવાસી કુ. બંસી નાંગરે અગાઉ દુહા-છંદમાં સ્ટેટ લેવલ અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં નેશનલ લેવલની સિદ્ધિ પણ મેળવેલ છે

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.