બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ - At This Time

બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ


તા.૧૮ :- બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એડીએમ શાખામાંથી નિયત નમૂનામાં અરજી ફોર્મ આગામી તા.૧૯/૦૯/૦/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) રજૂ કરવાના રહેશે. સમયમર્યાદા બાદ અને અધૂરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી મળેલ અરજીઓનો અસ્વીકાર કરવામાં આવશે જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.