વડોદરા: ચોરીના ખોટા આક્ષેપ સાથે તગેડી મુકનાર પતિ સાસુ વિરુદ્ધ પરણીતાની ફરિયાદ
વડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારચોરીના આક્ષેપ સાથે પરણિતાને ઘરમાંથી તગેડી મુકતા પરણિતાએ પતિ અને સાસુ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ અમદાવાદની રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતી 26 વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે મારા લગ્ન ચાલુ વર્ષે સ્વપ્નિલ નલીનભાઈ સોલંકી (રહે- અમદાવાદ )સાથે સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા. મારી નોકરીના પગલે સાસુ તથા પતિ અવારનવાર ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા. પતિએ સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા જવા માટે પાંચ લાખની માંગણી કરી હતી. પિયર તરફથી રકમ ન મળતા મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. અને દૂધની કુપન ચોરી તું દુકાન ઉપરથી દૂધ લઈ આવે છે તેવા ખોટા આક્ષેપ કરતા હતા. સાસુએ પણ મારી ઉપર 10 હજાર રૂપિયાની ચોરીના આક્ષેપ કર્યા હતા. આ બંને ચોરીના આક્ષેપમાં તેઓ ખોટા સાબિત થયા હતા. ખોટી રીતે ઝઘડો કરી મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.