સેન્સેક્સ 257 પોઈન્ટ વધીને 59031
મુંબઈ : ફુગાવાને અંકુશમાં લેવાની કવાયત ચાલુ રાખીને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રહેવાના અહેવાલ અને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત મજબૂતીને લઈ વૈશ્વિક મંદીના ફફડાટે ગઈકાલે અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ આજે એશીયાના બજારોમાં આરંભમાં આંચકા આવ્યા હતા. ભારતીય શેર બજારોમાં પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) ગઈકાલે ફરી શેરોમાં નેટ વેચવાલ બનતાં ગભરાટ વધ્યો હતો. આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં અમેરિકી શેર બજાર નાસ્દાક પાછળ મોટાપાયે ધોવાણ થયા સાથે ઓગસ્ટ વલણના ગુરૂવારે અંત પૂર્વે આજે હાઈ વોલેટીલિટી જોવાઈ હતી. સેન્સેક્સ, નિફટીમાં બે-તરફી અનિશ્ચિત અફડાતફડીના પરિણામે એફ એન્ડ ઓના ઘણા ખેલંદાઓના બન્ને તરફના સ્ટોપ લોસ ટ્રીગર થયા હતા. સેન્સેક્સ ૫૮૧૭૨.૪૮ થી ૫૯૧૯૯.૧૧ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૫૭.૪૩ પોઈન્ટ વધીને ૫૯૦૩૧.૩૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૭૩૪૫.૨૦ થી ૧૭૬૨૫.૫૫ વચ્ચે ફંગોળાઈ અંતે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે ૮૬.૮૦ પોઈન્ટ વધીને ૧૭૫૭૭.૫૦ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે વ્યાપક લેવાલી થઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધી આવી સાંજે બ્રેન્ટ ક્રુડ ૧.૫૦ ડોલર વધીને ૯૭.૯૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧.૬૬ ડોલર વધીને ૯૨.૦૨ ડોલર નજીક રહ્યા હતા.બેંકેક્સ ૪૮૩ પોઈન્ટ ઉછળ્યો : બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં આકર્ષણબેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની લેવાલી રહી હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૮૨.૫૬ પોઈન્ટ વધીને ૪૪૩૮૨.૦૬ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૫.૨૦ વધીને રૂ.૧૨૩.૪૫, ફેડરલ બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૧૦૯.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૮૫ વધીને રૂ.૫૨૨.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૯૦ વધીને રૂ.૧૦૭૦.૯૫ રહ્યા હતા. આ સાથે આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૪૫ વધીને રૂ.૪૬.૧૦, આરબીએલ બેંક રૂ.૫.૮૫ વધીને રૂ.૧૦૪.૧૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ રૂ.૧૪૨.૪૦ વધીને રૂ.૩૬૬૪ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે ફરી ફંડોનું વ્યાપક આકર્ષણ : ૨૧૧૨ શેરો પોઝિટીવ બંધસ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઉછાળે ગઈકાલે ખેલંદાઓ, ફંડોનું સતત વ્યાપક પ્રોફિટ બુકિંગ થયા બાદ આજે ફરી ઘટાડે ફંડોએ વ્યાપક લેવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૧૨ અને ઘટનારની ૧૨૮૨ રહી હતી.આઈટી શેરોમાં નાસ્દાક પાછળ ધોવાણ : ટીસીએસ રૂ.૭૦ ઘટીને રૂ.૩૨૮૪ : તાન્લા, ટાટા એલેક્સી ઘટયાઆઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નાસ્દાકમાં ગઈકાલે ધોવાણ પાછળ વેચવાલી નીકળી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૦૦.૬૨ પોઈન્ટ ઘટીને ૨૯૫૦૫.૬૯ બંધ રહ્યો હતો. ટીસીએસ રૂ.૭૦.૫૦ ઘટીને રૂ.૩૨૮૩.૭૫, ટાટા એલેક્સી રૂ.૧૭૦.૫૫ ઘટીને રૂ.૯૬૧૫.૦૫, એમ્ફેસીસ રૂ.૮૩.૪૫ ઘટીને રૂ.૨૨૬૪.૩૦, તાન્લા પ્લેટફોર્મ્સ રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૬૯૪.૨૫, ઈન્ફોસીસ રૂ.૩૨.૯૦ ઘટીને રૂ.૧૫૪૨.૫૫, માસ્ટેક રૂ.૩૮.૧૫ ઘટીને રૂ.૧૯૪૯, માઈન્ડટ્રી રૂ.૪૯.૨૦ ઘટીને રૂ.૩૩૩૨.૦૫ રહ્યા હતા. FIIની ફરી કેશમાં રૂ.૫૬૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૧૫ કરોડની ચોખ્ખી વેચવાલીફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૬૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૭૬૫૨.૪૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૮૯.૪૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૧૫.૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૫૭૫.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૯૧.૧૦ કરોડની વેચવાલી થઈ હતી.રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૩ લાખ કરોડ વધીને રૂ.૨૭૫.૨૮ લાખ કરોડસ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઘટાડે ફરી સંખ્યા બંધ શેરોમાં ફંડો, ખેલંદાઓની લેવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૩૩ લાખ કરોડ વધીને રૂ.૨૭૫.૨૮લાખ કરોડ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.