ચોટીલા ખાતે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિયેશન દ્વારા બહોળી સંખ્યામાં વર્કશોપ યોજાયો. - At This Time

ચોટીલા ખાતે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિયેશન દ્વારા બહોળી સંખ્યામાં વર્કશોપ યોજાયો.


સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ સનસાઈન હોટેલ ખાતે કાલે તારીખ 23/8/2022 ને મંગળવારે ચોટીલા ગોપાલ સ્ટુડિયો અને અમિ પ્લેઝર ડિજિટલ અમદાવાદ દ્વારા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેશભાઈ ગજર દ્વારા 250 થી વધારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમજ કેમેરા ઓપ્શન અને નાના અને મોટા સ્ટુડિયો વાળા સાથે રહીને સંપ રાખીને કામ કરવા અને એકબીજાને સાથ સહકાર આપે એવુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રાજકોટ એસોસિયેશન, સુરેન્દ્રનગર એસોસિયેશન, થાનગઢ, ચોટીલા, મુળી, સાયલા, લીંબડી, વીંછીયા, વાંકાનેર જેવા અનેક તાલુકા અને જિલ્લાઓમાં થી બહોળી સંખ્યામાં ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર અને સાથે સાથે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન પુર્ણ થયા બાદ ભોજન લઈ સૌ છૂટા પડ્યા.
at this time news
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.