વઢવાણ ગણપતિ ફાસ્ટર બાયપાસ રોડ ઉપર ગુરુકૃપા અન્નક્ષેત્ર પાસે જાહેરમાં જુગાર રમતા ઝડપાયા. - At This Time

વઢવાણ ગણપતિ ફાસ્ટર બાયપાસ રોડ ઉપર ગુરુકૃપા અન્નક્ષેત્ર પાસે જાહેરમાં જુગાર રમતા ઝડપાયા.


AT THIS TIME NEWS
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.55,450 તથા અન્ય મુદ્દામાલ મળી કિ.રૂ.75,450 ના મુદ્દામાલ સાથે સાત શકુનિઓને ઝડપી પાડતી વઢવાણ પોલીસ

વઢવાણ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા કે વઢવાણ ગણપતિ ફાસ્ટર બાયપાસ રોડ ઉપર આવેલ દેવ પાર્ટી પ્લોટ પાછળ ગુરુકૃપા અન્નક્ષેત્ર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તિન પતિનો પૈસાની હાર જીતનો જુગાર રમે છે તે ચોક્કસ આધારે હકીકત વાળી જગ્યાએ પી એસ આઇ ડી ડી ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ, રાજેન્દ્રસિંહ જેમુભા,જયપાલસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા રેડ કરતા સાત ઈસમો ઝડપાયા, હસનભાઈ ઇબ્રાહીમભાઇ દિવાન જાતે મુ.માન ફકીર ઉ.32 જોરાવર નગર વાંકલા નાળા પાસે, હિમાંશુભાઈ શંકરભાઈ મકવાણા જાતે અ.જા. ઉ.28 ગણપતિ ફાસ્ટર શિવ શક્તિ સોસાયટી, હિતેશભાઈ જીવણભાઈ વાઘેલા જાતે અ.જા.ઉ.25 ગણપતિ ફાસ્ટર શક્તિનગર, દલસુખભાઈ હાજાભાઇ સોલંકી જાતે અ.જા.ઉ.49 ગણપતિ ફાટસર પાળા પાસે, ગેલાભાઈ રામજીભાઈ સોલંકી જાતે અનુ.જાતી ઉ.50 ગણપતિ ફાટસર વીરમેઘમાયા સોસાયટી, વિક્રમભાઈ હરિભાઈ મકવાણા જાતે અનુ.જાતી ઉ.45 ગણપતિ ફાટસર વીર મેઘમાયા સોસાયટી, વિશાલભાઈ દેવશીભાઈ ડાભી જાતે અનુ.જાતી ઉ.23 દેવ પાર્ટી પ્લોટ પાછળ રહે બધા વઢવાણ વાળાઓને રોકડ રૂ.55,450 તથા મોબાઈલ નંગ 4 કિ.રૂ.20,000 એમ કુલ મળીને કિ.રૂ.75,450 ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.