સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું. - At This Time

સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું.


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદના વિસ્તારના સીમલીયા ગામે આવેલ ભમરી ચેક પોસ્ટ પાસે માનગઢ જવાનાં રસ્તે જંગલ વિસતારમાં આજરોજ તારની વાડમાં ફસાયેલા દીપડો સ્થાનિક ગ્રામજનોને વહેલી સવારે નજરે પડતાં ગામલોકોના ટોળાં ધટના સ્થળે જોવા માટે ઉમટ્યા હતા.આમ સ્થાનિક લોકો દ્રારા આ
ઘટનાની જાણ સંતરામપુરના નેચર હેલ્થ ફાઉન્ડેશનને કરતા આ સંસ્થાની ટીમના સભ્યો યુદ્ધના ધોરણે ધટના સ્થળે દોડી આવેલ અને બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરાતાં સબ ડીએફો. આર.એફ.ઓ.ને સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવેલ અને ફસાયેલ દીપડાનું દિલ ધડક રેસ્ક્યુ બંન્ને ટીમોએ કરી ને જીવના જોખમે દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો
આમ સંતરામપુરના નેચર હેલ્થ ફાઉન્ડેશનને સંસ્થાની ટીમ તેમજ વનવિભાગ કર્મચારીઓ દ્રારા ભારે જહેમત બાદ દિપડાને સહીસલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.