હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી રેનોલ્ટ
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી રેનોલ્ટ ડસ્ટર ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૪,૩૪,૬૮૦ / - નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા , તથા એ.એસ.આઇ વિક્રમસિંહ તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , પ્રકાશભાઇ , વિજયભાઇ , અનિરૂધ્ધસિંહ વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ . ઉપરોક્ત ટીમના માણસો આજરોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . વિસ્તારમાં આર.ટી.ઓ. ત્રણ રસ્તા પાસે પ્રોહી વોચમાં હતાં દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે , “ રાજસ્થાનમાંથી ઇગ્લીશદારૂનો જથ્થો ભરી સિલ્વર કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર GJ - 06 - F0-9872 સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ગ્રામ્યના લાલપુર ગામમાં થઇ વિજાપુર તરફ જનાર છે ” જે બાતમી હકીકત આધારે મોજે લાલપુર ગામની સીમમાં નાકાબંધી કરી કિફાયતનગર તરફથી આવતા વાહનોની વોચમાં હતાં દરમ્યાન કિફાયતનગર તરફથી ઉપરોક્ત બાતમી મુજબની સિલ્વર કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર GJ - 06 - FO 9872 આવતાં રોડ બ્લોક કરી નાકાબંધી કરી ગાડીને રોકી બે ઇસમોને પકડી પાડેલ જેઓના નામ દિનબંધુ સ / ઓ નેમારામ નાથારામ ભરાડા ઉ.વ. ૧૯ , રહે . કડીયાનાલા , પોસ્ટ . પાટીયા , તા . ખેરવાડા , જી . ઉદેપુર ( રાજસ્થાન ) તથા જીતેન્દ્રકુમાર સ / ઓ શંકરભાઇ કુકાભાઇ માલવીયા ઉ.વ. ૧૯ , રહે . ભાનવા , પોસ્ટ . પાટીયા , તા . ખેરવાડા જી . ઉદેપુર ( રાજસ્થાન ) ના હોય સદર પકડાયેલ બાતમી મુજબની ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂની પેટી નંગ -૨૫ જેમાં કુલ બોટલ / ટીન નંગ -૮૧૬ કુલ કિ.રૂ. ૧,૩૩,૬૮૦ / - તથા રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર GJ - 06 - F0-9872 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૨ , કિ.રૂ .૧,૦૦૦ / - મળી કુલ્લે કિ.રૂ. ૪,૩૪,૬૮૦ / - ના મુદ્દામાલ સાથે આરોપી દિનબંધુ સ / ઓ નેમારામ નાથારામ ભરાડા ઉ.વ. ૧૯ , રહે . કડીયાનાલા , પોસ્ટ . પાટીયા , તા . ખેરવાડા , જી . ઉદેપુર ( રાજસ્થાન ) તથા જીતેન્દ્રકુમાર સ / ઓ શંકરભાઇ કુકાભાઇ માલવીયા ઉ.વ. ૧૯ , રહે . ભાનવા , પોસ્ટ . પાટીયા , તા . ખેરવાડા જી . ઉદેપુર ( રાજસ્થાન ) નાઓને તા .૦૮ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અટક કરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . સી . ગુ.ર.નં .૧૧૨૦૯૦૧૭૨૨૦૬૯૧ / ૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ ક .૬૫ એઇ , ૮૧ , ૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . ખાતે સોંપેલ છે .
abidali bhura himatnagar
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.