હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળાઓને રાખડીબનાવવાની તાલીમ અપાઈ - At This Time

હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળાઓને રાખડીબનાવવાની તાલીમ અપાઈ


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાની દીકરીઓને તાલીમ થકી ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ટ્રસ્ટમાં ડે-કેરમાં ૧૫ માનસિક દિવ્યાંગ દીકરીઓ છે.

     આ ટ્રસ્ટમાં હિંમતનગર અને તેની આસપાસના ૧૦ કિ.મી વિસ્તારમાં આવેલા ગામડાઓની ૧૫ બાળાઓ કે જેમના માતા પિતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, તેવી દિવ્યાંગ બાળાઓનું ધ્યાન રાખી તેમને પગભર બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાળાઓને સિઝનલ વસ્તુઓ જેવી કે, ફુલદાની, દિવાડી સમયે કોડિયા, તોરણ, રાખડી અને બ્યુટીપાર્લરની તાલીમ પણ આપવામાં આવે છે. 

    આ સંસ્થા દ્રારા બાળાઓને ઘરેથી લઈ જવા લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે ૧૧ કલાકે બાળાઓ સંસ્થામાં આવે અને સાંજ સુધી તેમને વિવિધ પ્રવૃતિઓ થકી નવુ-નવુ જેમકે વસ્તુઓની ઓળખ, કલર ઓળખ, સંખ્યાઓ, અક્ષર,ધાન્ય ઓળખ વગેરે શીખવવામાં આવે છે.

    સંસ્થાના શિક્ષકો દ્રારા ખુબ જ મહેનત દ્રારા આ બાળાઓને તાલીમ આપવામાં આવે છે. જેટલી રાખડીઓ બનાવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.