માળીયા હાટીના તાલુકાના તલાટી મંત્રીઓ હડતાલ પર હોવાથી લોકો પરેશાન
ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ માં માળીયા હાટીના તાલુકાના તલાટી મંત્રી મહામંડળના ગુજરાત રાજ્યના તમામ તલાટી નેજા હેઠળ ચાલુ કરેલ છે. વર્ષ 2018થી મહામંડળ દ્વારા અનેક લેખીત રજૂઆતો કરવા છતા પડતર પ્રશ્નોનું નિરાકરણ લવાતું નથી. આ અગાઉ 07 સપ્ટેમ્બર-2021ના પણ હડતાળનું આયોજન કરાયેલ પરંતુ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની
પોતાની વર્ષો જુની માંગણીઓ ન સંતોષાતા 3 દિવસથી હડતાળ પર છે, જેના કારણે ગામડાની પ્રજાના અનેક કામો ખોરભે ચઢી ગયા છે. હાલ આરોગ્ય લક્ષી કાર્ડ કાઢવા માટે આવકના દાખલા ની ખાસ જરૂરીયાત હોવાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.
આ હડતાળના લીધે આવક, જાતિ, રહેણાંકના દાખલા સહિત માટે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. સાથે આવાસ યોજનાના મકાનો, ટોયલેટ જેવી યોજાનાઓના કામો પણ હાલ બંધ છે. જેને લઈ ગામડાની પ્રજાના ભારે પરેશાન છે
આતકે આજે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા અને માળીયા હાટીના સરપંચ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ભાઈ એ મુખ્યમંત્રી ને લેખિત પત્ર માં જણાવેલ કે હાલ ગ્રામ્ય વિસ્તાર માં તલાટી મંત્રીના પડતર પ્રશ્નોને લઈ હડતાલમાં હોવાથી માળીયા હાટીના તાલુકાની પ્રજા ભારે પરેશાન છે જે ને લઈ ખાસ રજુઆત કરવામાં આવી છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.