હિંમતનગર તાલુકા ના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દટાયેલ જીવિત મળી આવેલ નવજાત શિશુ - At This Time

હિંમતનગર તાલુકા ના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દટાયેલ જીવિત મળી આવેલ નવજાત શિશુ


હિંમતનગર તાલુકા ના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે . ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી . નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડાયુ .
બાળક જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે .

નવજાત શિશુ ને ૧૦૮ માં હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું . ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે . આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળનું કારણ શું છે , તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે . જોકે , પોલીસ તપાસ પછી તમામ સવાલોના જવાબ મળી શકે છે .

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.