સ્વરૂપભાઈ રાણા દ્વારા દાંતા સિવિલમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવા પ્રયત્નો હાથ ધરાયા - At This Time

સ્વરૂપભાઈ રાણા દ્વારા દાંતા સિવિલમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવા પ્રયત્નો હાથ ધરાયા


દાંતા સિવિલ હોસ્પિટલમાં ભરાતા પાણીની સમસ્યા બાબતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરાઈ..

*સ્વરૂપભાઈ રાણા દ્વારા દાંતા સિવિલમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવા પ્રયત્નો હાથ ધરાયા*

બનાસકાંઠા જિલ્લાનો છેવાડાનો એવો દાંતા તાલુકો અને દાંતા તાલુકા નું વડુમથક દાંતા જ્યારે દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય વરસાદના પગલે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે અવારનવાર મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા હોય છે સાથે જ પ્રસ્તુતિ માટે આવતી મહિલાઓને પણ ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે અનેક વાર દર્દીઓની ગાડી પણ આ પાણીમાં બંધ પડતી હોય છે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા અતિ ગંભીર બની છે દાંતા એ દાંતા તાલુકાનું વડુમથક છે જ્યારે આસપાસના ગામડાના લોકો પણ સારવાર અર્થે દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા હોય છે જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પાણી ભરાવાની સ્થિતિને લઈ અનેક વાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે આ પરેશાનીનું નિરાકરણ આવે તેને લઈ દાંતાના લોકપ્રિય અને ભાજપના આગેવાન સ્વરૂપભાઈ રાણા દ્વારા ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય મંત્રીને દાંતા સિવિલ હોસ્પિટલમાં ભરાતું પાણીની સમસ્યાથી અવગત કરાવવામાં આવ્યા હતા. સ્વરૂપભાઈ રાણા દ્વારા ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ગુજરાત સરકારને મળી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈ મૌખિક રજૂઆત કરી હતી અને ઘટતી કાર્યવાહી કરવા પણ નિવેદન કર્યું હતું. સ્વરૂપભાઈ રાણા યુવા અને લોકચાહના ધરાવતા આગેવાન છે સાથે જ સ્વરુપભાઈ રાણા દ્વારા અવારનવાર લોક સંપર્ક કરી લોકોના પ્રશ્નોને પણ સાંભળતા હોય છે સાથે જ તાલુકાની ગંભીર બાબતોની રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો પણ સ્વરૂપભાઈ દ્વારા કરવામાં આવતા હોય છે..

*સ્વરૂપભાઈ રાણાએ પોલીસ ખાતામાં પણ સુંદર અને ઉત્તમ કામગીરી કરી હતી*
સ્વરૂપભાઈ રાણા અંબાજી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે એટલું જ નહીં અંબાજી મંદિરમાં પણ સદન સુરક્ષામાં ફરજ બજાવી હતી જ્યારે અંબાજી નજીક છાપરી ખાતે ફરજ બજાવી છાપરી ચેકપોસ્ટ ખાતે પણ સુંદર કામગીરી કરી પોલીસ ખાતામાં એક આગવી ઓળખ સ્વરૂપભાઈ રાણાએ બનાવી હતી સાથે જ સદૈવ સરળ અને શાંત સ્વભાવના સ્વરૂપભાઈ રાણાએ પોલીસ ખાતાની અંદર સુંદર ફરજ બજાવ્યા બાદ પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થતાં ગાંધીનગર ખાતે સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષના હાથે ખેશ ધારણ કરી અને તેમની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા જ્યારે હાલમાં ચાલી રહેલ સદસ્યતા અભિયાનમાં સ્વરૂપભાઈ રાણા દ્વારા 1111 સભ્યોને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અપાવી હતી જ્યારે સ્વરુપભાઈ રાણા દ્વારા 1111 સદસ્યતા અભિયાનમાં સદસ્યોને જોડતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુભેચ્છા પાઠવી હતી સાથે જ પ્રદેશ ભાજપના મહામંત્રી સહીત વિવિધ આગેવાનોએ પણ સ્વરૂપભાઈ રાણાને સદસ્યતા અભિયાનમાં સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા..

*પોલીસ ખાતામાંથી રીટાયર્ડ થયા બાદ રાજકારણમાં આવતા લોકપ્રિય બન્યા*
સ્વરૂપભાઈ રાણા પોલીસ ખાતામાં ઉત્તમ કામગીરી કરી ફરજ બજાવી રિટાયર્ડ થયા બાદ રાજકારણમાં જોડાયા હતા અને રાજકારણમાં જોડાતા દાંતા તાલુકાની વિવિધ ગામોની સમસ્યા સાંભળવા ગામોના આગેવાનો સરપંચો અને ગામ લોકો સાથે તેમને મુલાકાત કરી તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે દાંતા તાલુકાના અનેક ગામો કે જ્યાં કોઈ નેતા ફરક્યા પણ ન હોય તેવા છેવાળાના ગામ સુધી સ્વરૂપભાઈ રાણાએ મુલાકાત લેતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી સાથે જ દાંતા વિધાનસભામાં સ્થાનિક ધારાસભ્ય બને તેવી પણ લોકમાંગ પ્રબળ બની છે સ્વરૂપભાઈ રાણા દાંતા તાલુકામાં લોકોથી મુલાકાત કરતા પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા બાદ રાજકારણમાં જોડાતા સ્વરૂપભાઈ રાણા હાલ દાંતા તાલુકાના લોકપ્રિય નેતા બન્યા છે ...

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.